________________
(૨૪૦) કલ્પસૂત્રની
વાચનાઓ
છતાં તે લાલ તાંબા જેવો હોય છે. અને કોક સારા ધર્મી માણસનું શરીર રોગિષ્ટ જોવા મળે છે. આની પાછળ કયું કારણ કામ કરે છે ? આપણે માનવું જ પડશે કે તેની પાછળ પૂર્વભવનું કર્મ કામ કરે છે.
આપણે ખાઈએ છીએ, તે ખોરાક હોજરીમાં જતાં પહેલાં અન્નનળીમાંથી ઊતરે છે. તેની પાસે જ શ્વાસનળી છે. એક વાલ્વ ખૂલે તો બીજો બંધ થાય. જો ક્યારેક પણ ખોરાકનો કણ શ્વાસનળીમાં ઊતરી જાય તો પરિણામે મોત આવે તો પછી અહીં કોણ તેવી તકેદારી રાખે છે ? આ જ વાલ્વ ખૂલે આ ન જ ખૂલે-એવું તંત્ર કોણ ચલાવે છે ? મોટરની કે સ્કૂટરની બ્રેક ગમે ત્યારે ફેઈલ થાય છે, અને તેમ થાય એટલે મોત જ આવે છતાં તેને ચલાવનાર-આંખ મીંચીને દોડાવનારા જીવતા કેમ રહ્યા છે ? બસ.... તેનું કારણ એક જ છે.... જેનાં જેવાં કર્મો.
જે કુદરતી કોપમાં હજારો માણસો મરી જાય તેમાં ‘ઈશ્વરે’ મારી નાંખ્યા ! તેવું કહીશ તો ઈશ્વર પ્રત્યે ધિક્કાર થશે.
ભગવાન અગ્નિભૂતિને કહે છે કે, તને કર્મનો સંદેહ પડી ગયો છે. તું વેદના અર્થને બરાબર વિચારતો નથી માટે તને આ સંદેહ પડ્યો છે. વેદમાં જે કહ્યું છે કે, ‘‘જે કાંઈ થઈ ગયું છે, જે કાંઈ થાય છે તે આત્મા સિવાય કશું જ નથી.'' વેદાંતશાસ્ત્ર એવું માને છે કે જે દેખાય છે તે આત્મા છે, આત્મા સિવાય કશું નથી. વેદનાં આ પદો કર્મ નામના પદાર્થનો નિષેધ કરતાં નથી પણ આત્મારૂપી
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૪૦)