________________
(૨૪૩) છે
આ સમજૂતી થતાં વાયુભૂતિ પણ પ્રતિબોધ પામીને પોતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુના શિષ્ય થવા માટે તૈયાર થયા.
૪. વ્યક્ત પંડિતઃ ચોથા વ્યક્ત નામના પંડિતને પાંચ ભૂત છે કે નહિ તે અંગે સંશય હતો. ભગવાને કહ્યું કે તમે વેદની શ્રુતિનો ઊંધો અર્થ કરો છો. ભગવાને કહ્યું કે આત્મધ્યાન કરવાના છે પ્રસંગે સ્ત્રી-પુત્ર, પૈસા-ટકા, રિદ્ધિ-સિદ્ધિના સંબંધો જાગ્રત અવસ્થાના સ્વપ્નની જેમ અસત્ છે. માટે તેમાં રાગ-દ્વેષાદિ કરવા નહિ એમ ઉપદેશ સૂચવનારાં છે. પરંતુ સર્વથા ભૂતનો અભાવ સૂચવનાર નથી.
પાંચ ભૂતો પ્રમાણથી સિદ્ધ છે કારણ કે જગમાં જે ચીજ હોય તેનો જ સંશય થાય, માટે પણ છે પાંચ ભૂત છે.'
આ રીતે તેમની પણ શંકા દૂર થવાથી પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાનના શરણે બેસી છું ગયા.
૫. સુધર્મા પાંચમાં સુધર્મા નામના પંડિતને શંકા હતી કે જે જેવો હોય તેવો જ થાય કે પછી હું બીજું કાંઈ થાય ?
આ વાક્યથી મનુષ્ય મનુષ્ય જ થાય છે અને પશુ પશુ જ થાય છે એમ તમે માનેલું. વળી જેને વિષ્ટા સહિત બાળવામાં આવે તે મનુષ્ય શિયાળ થાય છે.