________________
અધ્યાત્મના વિષયમાં તેના જ્ઞાતા પરમાત્મા ઉપર જો આપણે વિશ્વાસ મૂકી દઈએ તો ગણધરોના
પ્રશ્નો ઉપર તાર્કિક રીતે વિચારવાની આપણને જરૂર ન રહે. તો ચાલો, એક વખત તો આપણે (૨૩૪) છે.
પરમાત્મા ઉપર વિશ્વાસ મુકી દેવાના માર્ગે જવાનો થોડો પ્રયત્ન કરીએ. એ માટે ઝાઝી મહેનત કલ્પસૂત્રની છે
છે છઠ્ઠી વાચનાઓ કરવાની જરૂર પણ નથી.
વાચના એટલું જ નક્કી કરવાનું છે કે તે પરમાત્મા રાગ વિનાના દ્વેષ વિનાના અને અજ્ઞાન વિનાના આ બપોરે) હતા કે નહિ? છે જુઠું બોલવાનાં ત્રણ કારણો છે : રાગ, દ્વેષ અને અજ્ઞાન. તે ત્રણે ય જેનામાં સંપૂર્ણપણે ન હોય છે તે સત્યવાદી જ હોય. તીર્થકરોના જીવનને, સ્વરૂપને અને મૂર્તિને તમે નિહાળો. તેમાં ક્યાંય
ઉપર્યુક્ત ત્રણ દોષો શોધ્યા નહિ જડે. આથી તેઓ સત્યવાદી સાબિત થશે અને એમ થતાં એમણે નિરૂપેલા આત્મા, કર્મ, પુણ્ય, સ્વર્ગ, નરક વગેરે પદાર્થોને વગર તર્કે આપણે આંખ મીંચીને છે સ્વીકારી શકીશું.
“પરમાત્મા મહાવીરદેવ સર્વજ્ઞ હતા એ વાત આજની વૈજ્ઞાનિક શોધોથી અસંદિગ્ધપણે નિશ્ચિત હું થઈ જાય છે. તેવી કેટલીક બાબતો આપણે અહીં વિચારીએ. જે સર્વજ્ઞ સાબિત થાય તે રાગદ્વેષ વિનાના હોય જ, કેમ કે રાગાદિનો નાશ કર્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી, અને જે સર્વજ્ઞ થાય તે સત્યવાદી હોય. તેમને આત્મા વગેરે પદાર્થો સંબંધમાં જઠું બોલવાનું કોઈ પ્રયોજન નથી.