________________
પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ (૨૩૩) છે. અગિયાર ગણધરોના મનમાં જે સંદેહો છે તેનાં શાસ્ત્રીય નિરાકરણોને આપણે જરૂર વિચારીશું છે
પણ તે પહેલાં એક વાત સમજી લઈ એ કે આત્મા, સ્વર્ગ, નરક વગેરે અગમ અગોચર તત્ત્વો છે. એને તર્કથી સિદ્ધ કરવા કરતાં વિશ્વાસથી સિદ્ધ કરવાનું કાર્ય ખૂબ સરળ અને તદ્દન બિનજોખમી છે છે. હજારો પ્રશ્નોના હજારો ઉકેલો ! વળી આપણું જીવન ઘણું ટૂંકું ! આ સ્થિતિમાં તર્કસિદ્ધિનો માર્ગ લેવા કરતાં જેમણે એ ક્ષેત્રમાં પૂર્ણસિદ્ધિ મેળવી હોય તે પરમાત્મા ઉપર જો પૂર્ણ વિશ્વાસ મૂકી છે શકાય તો ગણી મહેનત ઓછી થઈ જાય. ભગવાન પર આપણો વિશ્વાસ બેસી ગયા પછી તે જ ભગવાને “આત્મા છે, નરક છે, નરક સાત છે, દેવલોક છે, તેના પ્રકાર ચાર છે,” વગેરે તમામ બાબતો કહી છે. આથી તે તમામ બાબતોની સિદ્ધિ કરવાની આપણને જરૂર રહેતી નથી.
જે ડૉક્ટર ઉપર જેને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો છે તે ડૉક્ટરની કોઈ પણ દવાને મોંમાં મૂકી દેતાં પહેલાં તે દર્દી કદી દવાના સંબંધમાં અવિશ્વાસ કરતો નથી, તર્કની જાળ ઊભી કરતો નથી. આપણી ઘણીખરી દુનિયા વિશ્વાસ ઉપર જ ચાલે છે. એક, બે કે પાંચ વિષયનું આપણને જ્ઞાન
હોય પરંતુ બીજા હજારો વિષયો છે તે બધાયનું જ્ઞાન શી રીતે મેળવવું ? આવા વખતે તેના તે જ્ઞાતાઓ ઉપર પૂર્ણવિશ્વાસ મૂકવો પડે. તે સિવાય જીવન-વ્યવહાર ચાલી શકે નહિ. આ રીતે છે
(૨૩૩)