________________
(૨૧૯) છે
ભાવથી જે રાજપુત્રી હોય, દાસી બની હોય; માથું મૂંડાવેલું હોય, જેના પગમાં બેડી હોય, જે રડતી હોય અને જેને અઠ્ઠમનું તપ થયેલ હોય તેવી કોઈ સ્ત્રી ભિક્ષા આપશે તો તે હું ગ્રહણ કરીશ. આવો અભિગ્રહ કરીને પ્રભુ ગોચરી માટે જાય છે, પણ કોઈ જગ્યાએ એક શરત પૂરી થતી હોય, તો કોઈ જગ્યાએ બીજી, પણ ક્યાંય અભિગ્રહ પૂર્ણ થતો નથી. આમ કરતાં કરતાં પાંચ માસ ને પચીસ દિવસ નીકળી ગયા.
આ બાજુ શતાનિક રાજાએ ચંપાનગરી ઉપર હુમલો કર્યો હતો અને ચંપાનગરી જીતી લીધી હતી. દધિવાહન રાજાની રાણી ધારિણી તથા તેની પુત્રી વસુમતીને કોઈ સુભટે પકડી. સુભટ જેવા હલકી કક્ષાના માણસે ધારિણીને પોતાની પત્ની બનવા કહ્યું. આવી હલકી વાત સાંભળીને હું ધારિણીને સખત આઘાત લાગ્યો, અને તે જીભ કચરીને મૃત્યુ પામી. આથી વસુમતી ખૂબ ગભરાઈ ગઈ. તે રડવા લાગી. સુભટને દયા આવી ગઈ. તેને થયું કે એકે તો જીભ કચરી નાખી, હવે બીજી તેમ ન કરે તો સારું. તેણે વસુમતીને કહ્યું, “તું મારી દીકરી બરોબર છે. હું તને કાંઈ જ નહીં કરું.”
ત્યાર પછી વસુમતીને ધનાવહ નામના શેઠે પોતાને ઘેર રાખી લીધી. તેનું નામ ચંદના રાખ્યું છે અને દીકરીની જેમ તેનું પાલન કરવા લાગ્યા. ચંદનાની સેવાથી શેઠને તેના પ્રત્યે ખૂબ વાત્સલ્ય $િ જાગ્યું. એક વાર શેઠ બહારગામથી આવ્યા, ત્યારે ચંદનબાળા શેઠના પગ ધોવડાવવા લાગી, છે (૨૧૯)
ત્યારે તેનો ચોટલો વચમાં આડો આવ્યો. વાળની લટ નીચે પડીને મેલા પાણીમાં બગડે નહિ માટે