________________
હું ભલે એક સંસારી માણસ છું, પણ ભગવાન પાર્શ્વનાથનો શ્રાવક છું. વળી ભાવિ ભગવાન મહાવીરનો સંસારી વડીલબંધુ છું. એ જો કાવાદાવા કરશે તો જગત શું નહિ કરે ? રાજા નંદિવર્ધન અન્યાય આચરશે તો એની પ્રજા શું શીખશે?
તો શું હવે રજા જ આપી દેવી ? હાસ્તો વળી. એમાં હવે વિચાર શો? અંદરનો આત્મા બોલી છે ઊઠ્યો.
““પણ આ રજા એટલે મારે માટે તો કારાવાસની કડકમાં કડક સજા ! આ મહેલ જેલ બની છે જશે; હું એકલો પડી જઈશ; પાગલની જેમ લવારા કરતો ફરીશ. આ જેલમાં આંટા માર્યા કરીશ. આ મને ખાવું નહિ ભાવે, મધુર પીણાં નહિ ભાવે. અરે ! હું સાવ ગાંડો થઈ જઈશ. વર્ધમાન તો મારો આ પ્રાણ છે ! મારું જિગર છે ! એના વિનાના મારા જીવનની કલ્પના કરતાં હું ધ્રૂજી ઊઠું છું. જેની પાછળ જગત ઘેલું બન્યું છે, જેના મુખદર્શન કરવા પ્રજાજનોનાં ટોળેટોળાં પ્રભાતના સમયે મારા આંગણામાં ઊભરાય છે અને જેના એક સ્મિતે પ્રજા ગાંડીઘેલી થઈ જાય છે એ મારો નાનકડો ભાઈ વર્ધમાન. એનો હું મોટો બંધુ. કેવું ગૌરવવંતુ પદ ! એ તો ઠીક છે પણ મારા વર્ધમાનના પગની ચંપી કરવાનું મને મળ્યું હોય તોય મારે મન પખંડનાં સામ્રાજ્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું હતું. મારો ભાઈ વર્ધમાનઃ નાનકડો બંધુ વર્ધમાન !
(૧૭૫)