________________
(૧૯૩)
પ્રભુને ડંખ દેવા લાગ્યા. જોરદાર ચટકા ભરવા લાગ્યા. લોહીની ધાર વહેવા લાગી. જે ચંદનના લેપ હતા, તેની માગણી કેટલાક યુવાનો કરવા લાગ્યા. તે ગંધપૂટીને ઉખેડીને લઈ જવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત રૂપવાળા અને સુગંધયુક્ત શરીરવાળા જોઈને કામાતુર બનીને ભગવાનને અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી, પણ ભગવાન મૌન રહ્યા અને મેરુ જેવા અડગ રહ્યા. પહેલો ઉપસર્ગ ગોવાળિયાનો
એક ગોવાળિયાએ આખો દિવસ બળદોને હળમાં જોડીને સંધ્યા સમયે તે બળદો સાચવવા પ્રભુ પાસે મૂક્યા, અને પોતે ગાયો દોહવા માટે ઘેર ગયો. બળદો છૂટા હતા તેથી વનમાં ચરવા ચાલ્યા ગયા. પછી તે ગોવાળિયો પાછો ત્યાં આવ્યો અને તેણે પ્રભુને પૂછ્યું; ‘હે દેવાર્ય ! મારા બળદો ક્યાં છે ?’ પ્રભુ કાંઈ બોલ્યા નહીં એટલે ગોવળિયાને લાગ્યું કે આને ખબર લાગતી નથી. આથી તે આખી રાત વનમાં રખડ્યો, પણ બળદો મળ્યા જ નહીં. જ્યારે થોડી રાત્રિ બાકી રહી ત્યાં તે બળદો પોતાની મેળે ભગવાન પાસે આવી બેઠા. તે વખતે પેલો ગોવાળિયો ત્યાં આવી ગયો. તેણે પોતાના બળદોને ત્યાં જ બેઠેલા જોયા. તેથી તે ખૂબ ગુસ્સે થયો. તેણે વિચાર્યું, ‘જરૂર આણે જ આ બળદો સંતાડ્યા હશે ! તેથી જ બોલતો નહીં હોય ! જાણી જોઈને મને સતાવવાનો ધંધો કર્યો લાગે છે ! પણ હવે હું એ સાધુડાને સીધો કરીને જ જંપીશ.
એક તો ગોવાળ ભૂખ્યો હતો, આખા દિવસના કામથી થાકી ગયો હતો અને આખી રાત
(૧૯૩)