________________
(૨૧૫) છે
છે“અરે વર્ધમાન ! અમે જીવતા છીએ. અમને આ લોકો મારે છે. અમને છોડાવો. હવે ઘેર પાછા ચાલો, વગેરે.' પણ આ તો પ્રભુ હતા, એની કશી અસર ન થઈ.
પછી પગના બે પંજા વચ્ચે અગ્નિ સળગાવવામાં આવ્યો. તેના પર વાસણ મૂકીને રસોઈ કરવામાં આવી. પછી ચાંડાળોએ પક્ષીઓનાં પાંજરાને પ્રભુના કાન પાસે, હાથ પાસે રાખ્યાં. તેમાંથી અનેક ભયંકર પક્ષીઓ બહાર આવીને મોંમાંથી, કાનમાંથી, હાથમાંથી માંસ ખેંચવા લાગ્યા, અને પોતાની તીક્ષ્ણ ચાંચ વડે તે ખાવા લાગ્યાં. પછી પ્રચંડ પવન સુસવાટા મારવા લાગ્યો. પર્વતોને ફેંકી દે તેવો પવન પ્રભુને ઉછાળીને નીચે પછાડતો હતો. છેવટે સફળતા ન મળવાથી ધૂંઆપૂંઆ થઈ ગયેલા સંગમે હજાર ભારના પ્રમાણવાળા ચક્રનું નિર્માણ કર્યું. મેરુ પર્વતની વિરાટ શિલાના પણ તે ચૂરેચૂરા કરી નાંખે તેવું કાળચક્ર ખૂબ ઘુમાવીને સનનન કરતું છે છોડ્યું. તેનો વેગ અતિ ભયંકર હતો. પ્રભુના માથા સાથે જોરથી અથડાતા, પ્રભુ જમીનમાં છેક ઘૂંટણ સુધી ખેંચી ગયા પણ પળમાં જ સ્વસ્થ થઈને પ્રભુ બહાર આવ્યા અને પહેલાં હતા તેવા છે નિશ્ચલ ઊભા રહ્યા.
આ કાળચક્ર જ્યારે ધસમસતું પ્રભુ તરફ આવી રહ્યું હતું, ત્યારે બધા દેવો, ઈન્દ્ર વગેરે તેને છે જોઈ રહ્યા, પરંતુ કોઈએ કાંઈ કર્યું નહીં; કેમ કે જો કોઈએ તેને રોકવા કે પ્રભુને બચાવવા પ્રયત્ન
)