________________
(૨o૧)
આપ શું ઇચ્છો છો? આપ કહો તે કરીએ, પણ આ ઉપદ્રવ બંધ કરો.'
યક્ષે પોતાના પૂર્વભવની હકીકત કહી. પછી કહ્યું, ““મારું ચૈત્ય બનાવો. તેમાં મારી મૂર્તિની છેસ્થાપના કરો. તે મૂર્તિનાં દર્શન-પૂજન કરો. આથી બધો ઉપદ્રવ શાંત થઈ જશે.' લોકોએ તેમ છે
કર્યું. - આ યક્ષને પ્રબોધવા માટે પ્રભુ તે ચૈત્યમાં આવ્યા. લોકોએ પ્રભુને ઘણા વાર્યા પણ પ્રભુ મક્કમ રહ્યા અને તે ચૈત્યમાં જઈને કાયોત્સર્ગ કર્યો. રાત્રિ પડી. શૂલપાણિ પ્રગટ થયો અને તેણે પ્રભુને ક્ષોભ પમાડવા માટે પૃથ્વી ફાટી જાય તેવું અટ્ટહાસ્ય કર્યું. પછી હાથીનું અને સર્પનું રૂપ લઈ ભયંકર ઉપસર્ગો કર્યા. છતાંય પ્રભુ ચલાયમાન ન થયા. છેવટે પ્રભુને મસ્તકમાં કાનમાં, આંખમાં, દાંતમાં, પીઠમાં, નખમાં વગેરે સુકોમળ સ્થળે તીવ્ર વેદના કરવા લાગ્યો. તો ય પ્રભુ નિષ્કપ ઊભા રહ્યા. તે વખતે સિદ્ધાર્થ વ્યંતર આવી ચડ્યો. તેણે શૂલપાણિ યક્ષને ઠપકો આપ્યો કે ““હે છે નિભંગી શૂલપાણિ ! તેં આ શું કર્યું? ઇન્દ્રને પણ પૂજનીય પ્રભુને તે ત્રાસ આપ્યો ! ઈન્દ્રને આની ખબર પડશે, તો તારું ધનોતપનોત નીકળી જશે.'
આ સાંભળીને ગભરાઈ ગયેલો યક્ષ ઇન્દ્રને ખુશ કરવા ખાતર પ્રભુની ભક્તિરૂપ નૃત્યાદિ કરવા લાગ્યો. આથી લોકો એમ માનવા લાગ્યા કે, “શૂલપાણિએ મહાત્માને મારી નાંખ્યા લાગે
(૨૦૦૧)