________________
દાન દીધું. તે વખતે એક બ્રાહ્મણ બહાર ગામ હતો. દુર્ભાગ્યે કાંઈ ન મળવાથી, તે રખડીને ઘરે
પાછો આવ્યો એટલે તેની પત્નીએ તેનો ઊઘડો લીધો અને તેને ઘરમાં પ્રવેશવા ન દીધો. તે (૧૯૭) છે
બોલી : “હે અભાગ્ય-શિરોમણિ ! જ્યારે શ્રી વર્ધમાને સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે તમે પરદેશ ગયા હતા. ખેર, હજુ વર્ધમાન પાસે જાઓ, તે જરૂરી કાંઈક આપશે.
સ્ત્રીના કહેવાથી તે બ્રાહ્મણ પ્રભુની પાછળ પાછળ ગયો અને તેણે યાચના કરી, “હે પ્રભુ! . તમોએ આખા જગતનું દારિદ્રય દૂર કર્યું પણ હું દુર્ભાગી છું. આપ કરુણાના સાગર છો, મારા પર થોડી દયા કરો. કરુણા વરસાવો.” - કરુણાવંત ભગવાને તે જ વખતે અડધું દેવદૂષ્ય ફાડીને તે બ્રાહ્મણને આપ્યું. તે દેવદૂષ્ય ઓટવા છે માટે વણકરને આપ્યું. તેણે કહ્યું, “તું એ પ્રભુ પાસે જા, અને બાકી રહેલ અડધું વસ્ત્ર માગી આવ. તે લાવીશ એટલે તદ્દન આખું વસ્ત્ર સીવી આપીશ. પછી તેની એક લાખ સોનામહોર ઊપજશે.''
બ્રાહ્મણને લોભ જાગ્યો. લોભ ખાતર તે બ્રાહ્મણ પ્રભુની પાછળ દોડ્યો પણ હવે લજ્જાને કારણે તે અડધું વસ્ત્ર માંગી શકતો નથી. તે તેમની પાછળ પાછળ જાય છે અને વિચાર કરે છે કે, આ આ વસ્ત્ર કાં તો પવનથી ખભેથી સરકી જઈને નીચે પડે અથવા કાંટા-ઝાંખરામાં ભરાઈ જાય તો તે હું લઈ લઉં.
(૧૯૭