________________
બાંધવબેલડીની વાતોને દૂરથી સાંભળતા રાજાના અંગરક્ષકો દોડી આવ્યા. યોગ્ય ઉપચારો (૧૭૭) છે.
કરવા લાગ્યા. અંતઃપુરમાંથી રાણીઓ દોડી આવી. દવાખાનેથી વૈદ્યો દોડતા આવ્યા ! આ કમાર વર્ધમાન તો જ્યાં ઊભા હતા ત્યાં તે મુદ્રામાં ટટ્ટાર ઊભા રહ્યા છે. અત્યારે એને શુક્રૂષાનો વિનય પણ મોહના ઉછાળામાં વૃદ્ધિ કરનારો દેખાય છે, એ કાંઈ કરતા નથી.
રાજા નંદિએ આંખો ખોલી. નાના ભાઈને જોતાં, “બંધુ ! લઘુબંધુ !' કહેતાં જ ફરી મૂચ્છિત થઈ ગયા. વારંવાર મૂર્છાઓ આવતી ગઈ; પણ કુમારે આજે તો કમાલ કરી હતી, દયાળુનો આત્મા આજે સાવ નિષ્ફર બની ગયો લાગતો હતો. કરુણાનું સરવરિયું જાણે તદન સુકાઈ ગયું છે લાગતું હતું.
વાતાવરણ ખૂબ જ ગમગીન બન્યું હતું. રાજા નંદિની કાકલૂદીભરી માગણીઓ સહુનાં હૈયાં રડાવી નાખ્યાં હતાં. આંસુ વહાવતી સહુની આંખો કુમારની સામે જોઈ રહી હતી. સેંકડો આંખો સર્વાનુમતે એ જોવા આતુર હતી કે કુમાર, રાજા નંદિની માંગણીમાં સંમતિ સૂચવતું મસ્તક હલાવે. બધા કાન એકમતિએ સાંભળવા તલસ્યા હતા, કુમારનો ‘હકાર'
પણ કુમારની આજની વર્તણૂક સહુને ગજબનાક જણાઈ. સહુના અંતરમાં કુમાર પ્રત્યે કોઈક અણગમો જાગ્યો ! આટલી નિષ્ફરતા ! સર્વ જીવો પ્રત્યે દયાળુ કુમાર રાજા નંદિને જ અપવાદમાં છે. મૂકે છે ! પિતાતુલ્ય મોટા ભાઈના અંતરને દુભાવીને કુમાર કેવી આશિષો પામશે? માંગલ્યમયી છે