________________
બેઠા હતા. જાણે કે ધર્મરાજ અને મારી છેપાંચમી
નંદિવર્ધનના આત્માના તમામ પ્રદેશ ઉપર મોહરાજે પોતાનાં થાણાં નાખી દીધાં હતાં ! એનું છે આ તોફાન અંતરમાં ચાલુ થઈ ગયું હતું. (૧૭૬) છે. વિરાગી વર્ધમાન મહારાગી નંદિવર્ધન સામસામા બેઠા હતા. જાણે કે ધર્મરાજ અને મોહરાજ વાચનાઓ એ સામ-સામા આવી ગયા હતા - મંત્રણાના મેજ ઉપર.
વાચના કેટલાક સમય સુધી સાવ શાન્તિ રહી. કોઈ બોલતું નથી. કુમાર વર્ધમાને તો પોતાનો પ્રસ્તાવ (સવાર) જ મૂકી દીધો હતો એટલે હવે રાજા નંદિને જ કાંઈક બોલવાનું હતું. છે અને... નંદિએ શાંતિનો એ શૂન્યાવકાશ તોડ્યો, “મારા પ્રાણપ્યારા બંધુ ! હક્કથી તો હવે નું કશું માગી શકું તેમ નથી, પણ છતાં એક વિનંતી કરું? તું મારી વાતનો ઇન્કાર કરીશ તો મારી આ સ્થિતિ અત્યારે કફોડી થઈ જશે, અને સ્વીકાર કરીશ તો મારા જેવો આનંદ અનુત્તરવાસી દેવ પણ નહિ માણી શકે. જો જે હોં!''...
પણ વાતને અધવચ કાપીને કુમાર બોલી ઊઠ્યો, “મોટા ભાઈ ! મારે હવે બીજું કાંઈ સાંભળવાનું રહેતું નથી. મને અનુજ્ઞા આપો એટલે પત્યું.' કુમારે જરાય ખચકાયા વિના એકદમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું.
છે (૧૭૬) રાજા નંદિને આંચકો લાગ્યો અને મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યો.