________________
મોટાભાઈ ! મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. માતા-પિતા કાળધર્મ પામ્યાં છે. હવે મને સર્વ(૧૭૧) છે.
સંગ ત્યાગના પંથે જવાની અનુજ્ઞા આપો.” કુમારે મોટાભાઈને કહ્યું.
માતાપિતાના અવસાને અવાચક જેવા થઈ ગયેલા નંદિવર્ધન તો સાંભળીને સાવ ગયા ! એ કશું ય ન બોલ્યા.
એમની આંખો ફફક ફફક આંસુ સારવા લાગી. એમનું હૃદય ધડક ધડક ધડકવા લાગ્યું ! ફટકા ઉપર ફટકો ! પડેલાને પાટુ ! આફત ઉપર આફત ! હૈયું ખાલી થયું ત્યાં સુધી રડ્યા જ કર્યું. કુમાર વર્તમાન સ્થિર ઊભા રહ્યા, ઉત્તરની રાહ જોતા.
મોટાભાઈનાં આંસુએ એમને જરાય ન ડગાવ્યા ! મેરુને ધ્રુજાવી નાંખનારા આંસુથી ધ્રુજી ઊઠે ? અસંભવ !
ડૂસકાં લેતાં નંદિવર્ધન બોલ્યા, “કુમાર વર્ધમાન ! હજી તો હમણાં જ માતાજી અને પિતાજીનો વિરહ થયો છે ! મારાં બેય શિરચ્છત્ર તૂટી પડ્યાં છે અને તું આ શી વાત લાવ્યો ! હું શું સાંભળું છું, તે ય મને સમજાતું નથી. આ તે સ્વપ્ન છે કે સત્ય !
““મોટા ભાઈ, સત્ય છે, સાવ સત્ય. હવે આપ મને સત્વર અનુજ્ઞા આપો-અણગાર બનવાની.” કુમારે કહ્યું.
લઘુબંધુ ! મારો કશો જ વિચાર તારે કરવો નથી? હું નબાપો બન્યો, માવિહોણો અનાથ છે
"