________________
એટલામાં કોઈનો પગરવ સંભળાયો. માતા ત્રિશલા પાત જ આવી રહ્યા હતા. કુમાર એમને (૧૬૯) છે જાતા જઉ
જોતા જ ઊભા થઈ ગયા. ખૂબ જ સંભ્રમ સાથે સામે આવીને, ““માતાજી !.. માતાજી! આપ !'' કહેતા પગમાં પડ્યા. ઊઠીને નમસ્કાર કર્યા. ““માતાજી ! મને કેમ ન બોલાવ્યો ?''
બેટા ! સમરવીર નૃપતિની રૂપવતી કન્યા યશોદા આવી છે. તારી મા ત્રિશલા ઇચ્છે છે કે તું છે તેની સાથે પાણિગ્રહણ કરી લે !'
કુમાર વર્ધમાનને તો જાણે માથે વીજળી પડી. પણ કુમાર મહાવિરાગી વર્ધમાન હતા ! એમણે છે. એ વખતે જ્ઞાનબળથી પોતાની ભાવિ કર્મોદયની પરિસ્થિતિ જોઈ. એથી એ મૌન રહ્યા.
માતા ત્રિશલાએ એ મૌનમાં જ સંમતિ વાંચી લીધી. તરત જ આનંદ વ્યક્ત કરીને, કુમારને છાતીસરસા ચાંપી, એને વહાલ કરીને ત્રિશલા ઝડપભેર પગલાં ભરતાં વિદાય થઈ ગયાં. મોહની લીલા વિચારતા કુમાર વર્ધમાન ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા !
“ધન્ય હો ! રાજકુમાર વર્ધમાન !'' મહેલ જેલ બને છે.
લગ્નનાં ગીત ગવાઈ ગયાં ! વર્ધમાન અને યશોદા છેડે બંધાઈ ગયાં ! ચોરીમાં ફેરા ફરાઈ ગયા ! એક નાટક ભજવાઈ ગયું! કુમાર વર્ધમાનનું ભોગાવલિ કર્મ ખરતું ચાલ્યું !