________________
વર્ધમાનનો સંસાર ચાલ્યો જાય છે. યશોદાએ પિર્યદર્શનાને જન્મ આપ્યો. પ્રિયદર્શનાનું જમાલિ
(૧૦૦) છે સાથે લગ્ન થયું !
ચી છે કાળપુરુષે હંટર ઉગામ્યો ! માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ માહેન્દ્ર નામના ચોથા સ્વર્ગે છે
પાંચમી વાચનાઓ . ગયા !
વાચના કુમારના વડીલબંધુ નંદિવર્ધન હતા. હવે મોટા ભાઈ પિતાના સ્થાને હતા. વિરાગી કુમારનો
(સવારે) આત્મા હવે અધીરો થયો હતો, અગાર મટીને અણગાર બનવા.
શોકાતુર હતા પ્રજાજનો, પ્રજાપાલક ગુમાવ્યા બદલ. શોકાતુર હતા નંદિવર્ધન, પિતા ગુમાવ્યા બદલ. શોકાતુર હતો મંત્રીગણ, સ્વામી ગુમાવ્યા બદલ. મોહ જેને પજવે તેને બધા પજવે. રોગ અને શોક એના ઘેર ધામા નાખીને જ પડ્યા હોય. નિર્મોહી વર્ધમાનને શોક ન હતો, ન સંતાપ હતો.
કર્મની અકળ લીલાના એ પ્રખર અભ્યાસી હતા! કર્મના કુટિલ દાવપેચોના એ અચ્છા જાણકારી હતા ! કર્મરાજના સૈન્યના ભુક્કા ઉડાવી દેવાની ધૂહરચનાના એ કાબેલ ખેલાડી હતા! એમને તે વળી શોક શા? સંતાપ શા! કુમાર તો ચાલ્યા જ્યેષ્ઠ બંધુની પાસે.
(૧૦૦)