________________
(૧૬૪)
કલ્પસૂત્રની
વાચનાઓ
છે. જેઓ મોવિજેતા બન્યા છે, તે તો પેલા વીરોના ય વી-એટલે ‘મહાવીર’ છે. આઠ વર્ષના બાળ-વર્ધમાન મહાવીર બન્યા.
લેખશાળા-ગમન
મા-બાપને ખબર હતી કે વર્ધમાન કોઈ મહાન આત્મા છે. છતાંય મોહદશાને કારણે પ્રભુને ભણવા મૂકવા માટે પ્રભુને સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યાં. લેખશાળાએ પ્રભુને લઈ જતાં પહેલાં તેમનાં માતાપિતા પંડિત માટે જુદાં જુદાં પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો, નાળિયેર વગેરે લાવ્યા. નિશાળિયાને વહેંચવા માટે સોપારી, ખજૂર, સાકર, ખાંડ, દ્રાક્ષ વગેરે ખાવાની વસ્તુઓ લીધી તથા સુંદર ખડિયા, લેખન તથા પાટીઓ સાથે લીધા. સરસ્વતી દેવીની મૂર્તિની પૂજા માટે મનોહર નવું રત્નજડિત સોનાનું આભૂષણ પણ લઈ લીધું. પછી કુળવૃદ્ધાઓએ બાળ વર્ધમાનને સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રો તથા અલંકારો પહેરાવ્યાં. તેમના માથા ઉપર છત્ર ધરવામાં આવ્યું. પછી ચામરોથી વીંઝાતા, ચતુરંગી સેના સાથે, વિવિધ વાજિંત્રોના સૂર સાથે વીરપ્રભુ પંડિતને ઘેર
જવા રવાના થયા.
પંડિતને ખબર પડી કે સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન ભણવા માટે આવે છે એટલે તેણે પણ તે પ્રસંગે ઉજ્જવલ ધોતિયું તથા પીતામ્બર પહેર્યું. સોનાની જનોઈ પહેરી અને કેસરનું તિલક કર્યું.
પાંચમી
વાચના
(સવારે)
(૧૬૪)