________________
કલ્પસૂત્રની વાચનાઓ
આપશે? પરંતુ શ્રી વીરપ્રભુએ તે બધા પ્રશ્નોના ઉત્તર તુરત જ આપ્યા. આથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પંડિત પણ મનમાં ચિંતવવા લાગ્યા કે, “આ બાળકે કુમારે આટલી બધી વિદ્યાનો અભ્યાસ ક્યાં કર્યો હશે ? અરે ! નવાઈની વાત એ છે કે બાળપણથી મને જે સંદેહો હતા, તેનું નિરાકરણ આજ સુધી કોઈ કરી શક્યા નથી એવા બધા સંદેહો બાળકે દૂર કર્યા. એથી ય વધુ
પાંચમી
વાચના નવાઈની વાત તો એ છે કે કેવા ધીર, ગંભીર ! આટલી બધી વિદ્યા હોવા છતાં તેનું લગીરે
(સવારે) અભિમાન નથી ! આવા વિચારો પંડિત કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્ર તેમને કહ્યું, “હે વિપ્ર ! આમને તમે માત્ર મનુષ્ય-બાળક સમજશો નહિ. આ ત્રણ જગતના નાથ, સર્વજ્ઞ અને સર્વશાસ્ત્રપારંગત શ્રી વીર જિનેશ્વર છે. ત્યાર પછી શ્રી વીરપ્રભુની સ્તુતિ કરીને ઇન્દ્ર પોતાના છે સ્થાને ગયા. શ્રી વીરપ્રભુ પોતાના ઘેર આવ્યા. ભગવાનનો સાંસારિક પરિવાર ,
શ્રમણભગવંત શ્રી મહાવીરપ્રભુના પિતા કાશ્યપ ગોત્રવાળા હતા. તેમનાં ત્રણ નામ હતા : (૧) સિદ્ધાર્થ (૨) શ્રેયાંસ અને (૩) યશસ્વી.
પ્રભુની માતાનાં ત્રણ નામ હતાં (૧) ત્રિશલા (૨) વિદેહદિના અને (૩) પ્રીતિકારિણી.
પ્રભુના કાકા સુપાર્શ્વ હતા. મોટાભાઈ નંદિવર્ધન હતા. બેન સુદર્શના, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના તથા પૌત્રી શેષવતી અથવા યશસ્વિની હતી.
છે