________________
(૧૫૯)
રમનારાઓને, ગીત ગાનારાઓને, વાદ્ય વગાડનારાઓને–દરેકને કહો કે સહુ પોતાની કળા ઉલ્લાસપૂર્વક નગરમાં બતાવે. ભીખ માગનાર ગૌરીપુત્રો, તૂણ નામનું વાજિંત્ર વગાડનારા, તાલ દેનારા, ઢોલક વગાડનારા વગેરે પોત-પોતાની આગવી વિદ્યા કળા નગરજનોને બતાડે તેવું કરો. ખાંડવા-ફૂટવાનું, દળવાનું, ખેતી કરવાનું, હળ હાંકવાનું બધું બંધ ક૨વાનું કહો. આ પ્રમાણે બધું કાર્ય વ્યવસ્થિત રીતે પતાવીને મારી આજ્ઞા પાછી આપો.
""
ત્રણ લોકના જીવોનું એકાંતે હિત કરવાનું સામર્થ્ય ધરાવતા આત્માના જન્મ વખતે ચારે બાજુનું વાતાવરણ રાજા સિદ્ધાર્થે આનંદ-વિભોર બનાવવારૂપે, ‘મહામંગલ'ની હવા જમાવી દેવા માટે આવા અનેક આદેશો આપ્યા. આ બધું કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યા બાદ સેવકોએ રાજાને સમાચાર આપ્યા કે, ‘‘આપની આજ્ઞા અનુસાર બધું કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડી ગયું છે.’’ દસ દિવસનો કુલમર્યાદારૂપ મહોત્સવ
ન
કુળમર્યાદા તે લૌકિક વ્યવહા૨ છે. લોકોત્તર ધર્મોને બાધ ન આવે અને સત્ય પ્રત્યેની હાર્દિક આદરવૃત્તિ જાગ્રત રહે તે ઉચિત-લૌકિક મર્યાદાઓનું પાલન કરી શકાય. સિદ્ધાર્થ રાજાએ ૧૦ દિવસ સુધી કુલમર્યાદાપાલનરૂપ મહોત્સવ ઊજવ્યો. આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરવામાં આવ્યું. કોઈ પણ વસ્તુ કોઈ પણ દુકાનમાંથી તેનું મૂલ્ય આપ્યા વગર લેવાની વ્યવસ્થા કરી. નગરના તથા દેશના બધા માનવો આનંદિત, ક્રીડાપરાયણ થયા. આ દશ
(૧૫૯)