________________
ભારતના વડાપ્રધાનના રક્ષણ માટે કેટકેટલી તકેદારી રખાય છે? કેટલા માણસો રાખવામાં
આવે છે? તેમની બધી ટપાલ ભારે ચોકસાઈથી તપાસાય છે. તેની પાસે જનાર માણસની અથવા (૧૫૭) છે.
તેમના આવાસની આસપાસ ફરનાર માણસની પણ સખત જડતી લેવામાં આવે છે. જો ભારતના વડાપ્રધાનના રક્ષણ માટે આટલી બધી કાળજી કરવામાં આવે ત્યારે આ તો ભગવાન છે. જીવમાત્રનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતા ત્રિલોકપતિનો આત્મા છે. તેમની કાળજી માટે તેમનો ભક્ત ઇન્દ્ર આવી ઉદ્ઘોષણા કરે તો તે તદ્દન યથાર્ય છે. પ્રભુના ભક્તો કાંઈ રાગરહિત-વીતરાગ બન્યા નથી. એટલે એમને તો દેવ-ગુરુ પ્રત્યે ખૂબ રાગ હોય અને તેના વિરોધી પ્રત્યે રોષ હોય તો તે સહજ છે. આવી મનઃસ્થિતિ એ તો ભક્તોની ભક્તિનું સુંદર લક્ષણ છે.
પુત્રજન્મના સમાચાર પ્રિયંવદા નામની દાસીએ મહારાજા સિદ્ધાર્થને આપ્યા. તેથી રાજા એટલો છું બધો હર્ષિત થયો કે મુગટ સિવાયનાં બધાં આભૂષણો તેને ભેટ આપી દીધાં. જે રાત્રિએ ભગવાન છે
જન્મ્યા, તે રાત્રે કુબેરની આજ્ઞાનુસાર તિર્યગજુંભક નામના દેવતાઓ સિદ્ધાર્થ રાજના ભવનમાં છેસુવર્ણાદિ અનેક દ્રવ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા. નગરનો શણગાર
ભગવાનના જન્મદિન પછીના સુપ્રભાતે સિદ્ધાર્થ રાજાએ નગરના આરક્ષકોને બોલાવ્યા છે અને આદેશ આપ્યો, કે “કારાગારમાંથી સર્વ કેદીઓને મુક્ત કરો.'