________________
(૧૫૮) કલ્પસૂત્રની વાચનાઓ
*X*X*X*
જ્યારે જ્યારે યુવરાજના અભિષેકનો પ્રસંગ હોય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોય, તથા પુત્ર-જન્મનો મહોત્સવ હોય તે દિવસે કેદીઓને બંધનમુક્ત કરાય છે.
બીજો આદેશ હતો માનોન્માન વધારો. અને ત્રીજો આદેશ હતો કે કુંડનપુરનગર દબદબાપૂર્વક શણગારો. માન-ઉન્માન વધારો એટલે જે કિંમતમાં જેટલું આવતું હોય તેના કરતાં અતિ વધારે પ્રમાણમાં તે જ કિંમતમાં આપો. ઘરાકને વધુ પ્રમાણમાં વસ્તુ આપો. પછી રાજાએ કહ્યું કે, ‘‘ક્ષત્રિયકુંડ ગ્રામને અંદરથી તેમજ બહારથી અત્યંત શોભાયમાન કરો. ચોતરફ સુગંધીજળનો છંટકાવ કરો. કચરો વગેરે દૂર કરો અને છાણ લીંપાવો. વળી, ચોરા ચૌટા, રાજમાર્ગો વગેરે પાણીથી સાફ કરો. ત્યાંનો કચરો દૂર કરો, નગરના મધ્યમાર્ગો દુકાનો, બજારો, બધાની સાફસૂફી કરી શોભાયમાન બનાવો. વળી, ગામમાં મંચ વગેરે ઉપર બેસીને લોકો વિવિધ આકર્ષણો જોઈ શકે તેવી વ્યવસ્થા કરો. આવા માંચડા ઠેર ઠેર તૈયા૨ કરો. સિંહ વગેરે આકૃતિવાળી હજારો મોટી ધજા-પતાકાઓ ફરકાવો. નાના નાના ધ્વજથી શહે૨ના માર્ગો શોભાવો. છાણથી ભૂમિ લીંપો. ચૂનાથી ભીંતો ધોળાવો. મંગલ કરવા માટે ગોશીર્ષ ચંદન વગેરે વડે પાંચ આંગળી યુક્ત થાપા દો. ઘરમાં તથા બારસાખ વગેરે ઉપર ચંદનના કળશો મૂકો. પુષ્પોની માળાઓ લટકાવો. શ્રેષ્ઠ પ્રકારના અગર વગેરે ધૂપ વડે શહેરને મઘમઘતું બનાવો. વળી, નટોને નૃત્ય કરવા કહો. મદારીઓને, મલ્લોને, વિદૂષકોને, કૂદકા મારનારાઓને, તરવૈયાઓને-વાર્તાકથા કહેનારાઓને, રાસ
પાંચમી
વાચના
(સવારે)
(૧૫૮)