________________
પોતાનાં દૈવી પાંચ સ્વરૂપો વિકુવ્ય હતાં. હવે અહીં તો બળદોનું સ્વરૂપ ધારણ કરે છે. (૧૫) હું તે જાણે એમ કહેવા માગે છે કે, “હે પ્રભુ! અમે આપની પાસે દેવ નહીં, રે ! મનુષ્ય પણ છે. કલ્પસ રાની નહીં, કિન્તુ પશુ જેવા અજ્ઞ, અને જડ છીએ !'' પછી ઇન્દ્ર દિવ્ય વસ્ત્ર વડે પ્રભુનાં અંગોને
પાંચમી વાચનાઓ છે લૂછીને અને ચંદન વગેરેથી વિલેપન કરીને, પુષ્પો વડે તેમની પૂજા કરી.
છે વાચના છે. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખા વડે દર્પણ, વર્ધમાન, કળશ, હું સવાર) છે મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત તથા સિંહાસન એ આઠ મંગળો આલેખીને પ્રભુની છે સ્તુતિ કરી. ત્યાર પછી મંગલ દીવો તથા આરતી કરીને તેઓ નૃત્ય, ગીત, વાદ્ય, વગેરે વડે છે વિવિધ પ્રકારે મહોત્સવ કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા તથા છે.
પેલું પ્રતિબિંબ અને અવસ્થાપિની નિદ્રાને પોતાની શક્તિથી ખેંચી લીધાં. પછી ઓશીકા પાસે હું કુંડળની જોડી તથા રેશમી કપડાંની જોડી મૂકી તથા પ્રભુને રમવા માટે માળાયુક્ત સોનાનો દડો મૂક્યો. ત્યાર બાદ બત્રીસ કરોડ રત્ન, સોના અને રૂપાની વૃષ્ટિ કરીને ઇન્દ્ર આભિયોગિક દેવો દ્વારા ઘોષણા કરાવી કે, ““પ્રભુ અથવા પ્રભુની માતાનું જે કોઈ આત્મા અશુભ ચિંતવશે તેના મસ્તકના “એરંડ વનસ્પતિની મંજરીમાંથી છૂટતા ફળની પેઠે સાત ટુકડા થઈ જશે. તેમના પ્રત્યેનો અણગમો-અવિનય-તિરસ્કાર લેશમાત્ર ચલાવી લેવામાં આવશે નહીં.'
(૧૫૬)