________________
છૂટશે તેને આ બાળ શી રીતે સહન કરી શકશે? (૧૫૫) છે.
આ વખતે જ ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો હતો તેથી ઇન્દ્રના મનની શંકાની તેમને ખબર પડી. વિશુદ્ધ અવધિજ્ઞાન વડે મનના ભાવોની પણ ખબર પડી શકે છે. ઇન્દ્રના મનમાં ઉપસ્થિત થયેલ શંકાને દૂર કરવા ભગવાને પોતાના પગનો જમણો અંગૂઠો મેરુ પર્વતની ઉપર દબાવ્યો. એ જ ક્ષણે મેરુ પર્વત કંપાયમાન થયો. આખું વાતાવરણ સંક્ષુબ્ધ બની ગયું. આથી જ ઇન્દ્રને ક્રોધ ચડ્યો. તે બોલી ઊઠ્યા, “દેવાત્માઓ ! તપાસ કરો કે આવા વિશિષ્ટ પ્રસંગે આવું છું અકાર્ય કોણ કરી રહ્યું છે?' ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે, “ઓહ! આ બધું બાળ-ભગવાને જ કર્યું છે.' આ મેરુનું કંપન કરીને બાળપ્રભુ ઇન્દ્રને એવો સંકેત આપી રહ્યા છે કે તેણે તે ચિંતા કરવી નહિ. ત્યાર પછી ઇન્દ્ર પોતાની ભૂલની ક્ષમા માગી.
કવિ અહીં કલ્પના કરે છે કે આજ સુધીમાં કેટલાયે તીર્થંકરો થયા પણ તેમાંથી આજ સુધી છે કોઈએ પોતાના પગનો સ્પર્શ મેરુને કર્યો નથી. આજે વીરપ્રભુનો જ પહેલી વખત ચરણસ્પર્શ છે થયો. તેના આનંદથી મેરુપર્વત જાણે નાચતો હોય તેમ લાગે છે. - ત્યાર પછી ઈશાનેન્દ્ર પ્રાર્થના કરી કે, “થોડો સમય પ્રભુને મને લેવા દો.” આથી સૌધર્મેન્દ્ર છે ઊભા થઈને ઈશાનેન્દ્રના ખોળે પ્રભુને પધરાવ્યા. ત્યાર બાદ સૌધર્મેન્દ્ર પોતે ચાર બળદનું રૂપ
(૧૫૫) લઈને તેનાં આઠ શિંગડામાંથી દૂધનું ઝરણ કરીને પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. પહેલાં ઇન્દ્ર