________________
(૧૧૩)
છે રાજવૈભવ-વર્ણન-હેતુ છે એવો સવાલ થઈ શકે કે કલ્પસૂત્રના ગ્રંથકાર શ્રી ભદ્રબાહુસ્વામીને મહારાજા સિદ્ધાર્થના અઢળક છે છે વિપુલ વૈભવનું વર્ણન કરવાની જરૂરી શી હતી? તેમનો શયનખંડ, શવ્યા, વ્યાયામશાળા, મદનવિધિ, છે છે સ્નાનવિધિ, વેશપરિધાન, અલંકાર-પરિધાન, કચેરી, પડદા, ભદ્રાસન વગેરેનું વર્ણન એટલા માટે છે હું કર્યું લાગે છે કે, તે સાંભળવાથી તેના ત્યાગી કુમાર વર્ધમાન ઉપર આપણને ભારે અહોભાવ છે હું અંતરમાં જાગ્રત થાય. કેવો આ દેવાધિદેવનો જન્મ, આવાં ઐશ્વર્ય, વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ વચ્ચે છે
રહેનારે શું આ બધું એક જ ઝાટકે ત્યાગી દીધું !” વગેરે તેમના પ્રતિ અદ્ભુત અને અવનવો છે આ અહોભાવ ઉત્પન્ન થાય છે. જેની પાસે વૈભવ, સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્ય હોય અને તે બધાનો જે ત્યાગ ન કરે તેની જગતના બાળબુદ્ધિ જીવો ઉપર તો ખૂબ અસર પડે.
- ત્રિશલા મહારાણી જાહેરમાં સિંહાસન ઉપર નથી બેસતા પણ તેઓ પડદાની પાછળ ગોઠવાયેલા * ભદ્રાસન ઉપર બિરાજે છે જેથી તેમનું મોં કોઈ જઈ શકે નહીં. અહીં નારીની શીલરક્ષાનો અગત્યનો ૨ મુદ્દો પડેલો છે.
- આપણા આર્યાવર્તમાં ગામોમાં સ્ત્રી પાણી ભરવા જતી તો રસ્તામાં કોઈ વડીલ કે ગામના અગ્રેસર હું નીકળે તો આડું મોટું કરી તે ઊભી રહેતી. જૂના જમાનાના ઘરની મર્યાદા વિચારીશું તો જણાશે કે છે (૧૧૩) છે સસરા કે જેઠની હાજરીમાં વહુ ઘૂમટો તાણતી અને ઊંચે સાદે કે છૂટથી તે બોલી પણ ન શકતી. છે.