________________
અને પીતવર્ણ શરીરવાળો થાય છે. માતા કફવાળો આહાર કરે તો બાળક કોઢિયો થાય છે. માતા
અત્યંત ઉષ્ણ આહાર લે તો ગર્ભના બાળકનું બળ નાશ પામે છે. અત્યંત શીત આહારથી ગર્ભના (૧૩૬). કલ્પસૂત્રની છે બાળકને વાયુપ્રકોપ થાય છે. ઘીપ્રધાન અત્યંત ચીકણો આહાર કરવાથી પાચનક્રિયા વિકૃત થાય
ચોથી વાચનીઓ છે. અતિ ખારો આહાર લેવાથી બાળક આંધળું થાય છે. અતિ કામ સેવવાથી બાળક વહેલું મરણ
વાચના જ પામે છે.''
(સવારે) સુશ્રુતમાં કહ્યું છે કે, “જો ગર્ભવતી સ્ત્રી દિવસે સૂએ તો તેનું સંતાન આળસુ અને ઊંઘણશી થાય. જો નેત્રોમાં આંજણ આંજે તો આંધળું થાય. જો તે રડે તો સંતાનની આંખ કાણી થાય. જો તે છે ખૂબ સ્નાન કરે, વિલેપન કરે તો સંતાન દુરાચારી થાય. શરીર ઉપર તેલનું મર્દન કરે તો સંતાન છે કોઢિયું થાય. જો સ્ત્રી વારંવાર નખ કાપે તો તેના સંતાનના નખ વિકૃત થાય.'
સંતાન એ કોઈ મામૂલી વસ્તુ નથી, માટે તેનું શારીરિક જતન તો માતાએ કરવું રહ્યું પણ જ માનસિક અને આધ્યાત્મિક બળ પણ તેણે તૈયાર કરવું જોઈએ. આથી જ બાળક ગર્ભમાં હોય છે
ત્યારથી જ આર્યાવર્તની સ્ત્રીઓ પોતાના બાળકની બધી રીતે કાળજી કરતી. એકાદ પણ વિકાર છે બાળકના જન્મ પછી પણ તેના જીવનમાં ન પ્રવેશી જાય તેની પૂરી સજાગતા માતા રાખતી અને છતાં ય જો પોતાની ભૂલ થઈ જાય તો ક્યારેક આઘાતથી પ્રાણત્યાગ કરી દેતી. એક બહારવટિયાની છે માતાનો આવો પ્રસંગ જાણવા જેવો છે.
રરરર