________________
- પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસઃ કલ્પસૂત્ર-પાંચમું સવારનું વ્યાખ્યાન (૧૪૭) છે.
પરમાત્માના તારક આત્માનો જન્મ થયો ત્યારે રાત્રે ઘણા દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી ચારે બાજુ હલબલ મચી ગઈ અને આનંદ ફેલાઈ ગયો. ચોતરફ પ્રકાશ વ્યાપી ગયો. દિશાઓ ચેતનવંતી બની ગઈ. અનુકુળ થઈને મંદ મંદ વાયુ વહેવા લાગ્યો. નારકોમાં પણ જીવોને ક્ષણભર પરમ શાતાનો અનુભવ થયો. તેથી તે સર્વ જીવો આનંદિત બન્યા. કલ્યાણક શબ્દનો અર્થ
ત્રણ લોકના જીવમાત્રનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતા શાસનની સ્થાપના જે આત્મા કરે તે આત્માના ચ્યવન, જન્મ વગેરે પાંચેયને કલ્યાણક કહેવાય. તેને “કલ્યાણક' જ કહેવા જોઈએ. ત્યાં “જયંતિ' વગેરે શબ્દોનો પ્રયોગ થઈ શકે નહિ. અન્ય વ્યક્તિઓના જન્મ વગેરે સાથે “કલ્યાણક' આ કે નિર્વાણ વગેરે શબ્દ ન કહેવાય. ત્યાં “જયંતિ' વગેરે શબ્દો જોડાય. સામાન્ય કેવળીઓના કેવલજ્ઞાન આદિ જોડે પણ “કલ્યાણક’ શબ્દ લગાડાય નહિ.
જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે કુદરત સોળે કળાએ ખીલી હતી. ચોતરફથી આનંદના છે.
હું (૧૪૭)