________________
છે ન થઈ શકે. છતાં, સમ્યગુદષ્ટિ દેવોને ભગવાનની ભક્તિનો આનંદ માણવામાં વધુ રસ આવે છે. આ (૧૫૨) છે "
તે વખતે પોતાના વિલાસી જીવનમાં સુખ પણ તેમને તણખલાં જેવાં લાગે છે. કલ્પસૂત્રની
અનેક દેવો સાથે ઇન્દ્રને આવવાનું થાય છે. માટે પાલક નામના દેવ પાસે લાખ યોજનના આ
પાંચમી વાચનાઓ પ્રમાણવાળું પાલક નામનું વિમાન તૈયાર કરાવ્યું. તે વિમાનમાં ઇન્દ્ર બેઠા. તેના આસનની સન્મુખ
વાચના મુખ્ય પટ્ટરાણીઓનાં આઠ ભદ્રાસનો હતાં. ડાબી બાજુએ ચોરાશી હજાર સામાનિક દેવોનાં ચોરાશી
(સવારે) હજાર ભદ્રાસનો હતાં. દક્ષિણ બાજુએ બાર હજાર અત્યંતર પર્ષદાના દેવોનાં બાર હજાર ભદ્રાસનો હતાં. તથા ચૌદ હજાર મધ્યપર્ષદાના દેવોનાં ચૌદ હજાર ભદ્રાસનો હતાં અને સોળ હજાર બાહ્યપર્ષદાના દેવોનાં સોળ હજાર ભદ્રાસનો હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિનાં સાત # ભદ્રાસનો હતાં. ચારે દિશાઓમાં – પ્રત્યેકમાં ચોરાશી હજાર આત્મરક્ષક દેવોનાં ચોરાશી હજાર જ આ ભદ્રાસનો હતાં.
આ સિવાય પણ બીજા અનેક દેવોથી વીંટળાયેલા ઇન્દ્ર આગળ ચાલવા લાગ્યા. કેટલાક તો આ ઈન્દ્રના હુકમથી, કેટલાક મિત્ર ભાવે, કેટલાક સ્ત્રી (દેવી)થી પ્રેરાયેલા, કેટલાક પોતાના આંતરિક જ ભાવથી, કેટલાક કૌતુક ઉત્પન્ન થવાથી, અને કેટલાક ભક્તિના કારણે પોતપોતાના વિવિધ
(૧૫૨) પ્રકારનાં વિમાનમાં બેસીને પણ આવવા લાગ્યા. તે સમયે વિવિધ પ્રકારનાં વાજિંત્રોના સ્વરથી,