________________
(૧૩૫)
અભિગ્રહ ધારણ
ગર્ભકાળને સાડા છ માસ થયા ત્યારે શ્રમણ ભગવાન મહાવી૨ ગર્ભમાં રહ્યા-આવી જાતનો અભિગ્રહ કર્યો. ભગવાનને થયું કે હજુ હું ગર્ભમાં છું, મારું મોઢું મારા માતાપિતાએ જોયું નથી. છતાં, આટલો બધો મોહ છે, તો જન્મ બાદ કેટલો મોહ હશે ?
વડીલો ત૨ફ અનન્યભક્તિ દર્શાવવાના દષ્ટાંતરૂપ આ અભિગ્રહ છે. વિશિષ્ટ કોટિના આત્માઓમાં આવું ઉત્કૃષ્ટ ઔચિત્ય હોય જ.
ગર્ભ-પરિપાલન
ત્યાર પછી ત્રિશલાદેવીએ સ્નાન કર્યું. તેમણે બળિકર્મ કર્યું. કૌતુકમંગળ કર્યું. તેમણે ગર્ભના પોષણ ખાતર અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખાં, તૂરાં, ખાટાં-મીઠાં, ચીકણાં, સૂકાં અથવા અત્યંત આર્દ્ર અને ઋતુને પ્રતિકૂળ એવાં ભોજનનો ત્યાગ કર્યો. તેમણે ઋતુને અનુકૂળ સુખાકારી ભોજન, વસ્ત્ર, ગંધમાળા, ધારણ કર્યાં. તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ત્રાસરહિત, સારી રીતે રહેવા લાગ્યાં. તે ગર્ભને હિતકર, પથ્યને પોષણ આપનાર આહારાદિ કરવા લાગ્યાં. આયુર્વેદમાં કહ્યું છે કે, ‘‘માતા વાયુવાળા પદાર્થ ખાય તો ગર્ભમાં રહેલ બાળક કૂબડો, અંધ, મૂર્ખ અને વામન થાય છે. માતા પિત્તપ્રધાન કફવાળો આહાર કરે તો બાળક ટાલિયો
(૧૩૫)