________________
શ્રદ્ધા વધુ મજબૂત બની જાય છે. આ પ્રમાણે એ ચોક્કસ કહી શકાય કે જિનાગમમાં કહેલ બાબત છે (૧૨૭) છે.
નગદ સત્ય છે, નક્કર હકીકત છે. “નરક છે, સ્વર્ગ છે, દેવલોક છે, પ્રેતયોનિ છે, પરલોક છે, પુનર્જન્મ છે, પુણ્ય-પાપ છે,' ઇત્યાદિ તમામ જિનશાસ્ત્રોક્ત વાતોને આપણે આંખ મીંચીને જ સ્વીકારવી જ જોઈએ. સર્વતોમુખી વૃદ્ધિ
જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાત્રિથી જ્ઞાતકુળ છે ચાંદીથી-સોનાથી, ચાર પ્રકારના ધન-ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્ર(જનપદ)થી, વાહનથી, કોશ (ભંડાર)થી, કોઠાર (ધાન્યગૃહ)થી, નગરથી, યશ અને કીર્તિથી એમ સર્વ શુભ પદાર્થોથી વધવા લાગ્યું. ગુણસંપન્ન નામસંસ્કાર
આવી સર્વતોમુખી વૃદ્ધિ થવાને કારણે ભગવાન મહાવીરદેવનાં માતાપિતાને મનમાં થયું કે, જ્યારથી આ પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવ્યો છે ત્યારથી અમે હિરણયથી, ચાંદીથી, સૈન્યથી, ધન વગેરેથી વૃદ્ધિ જ પામી રહ્યા છીએ. માટે જે જીવ જન્મ લેશે તેનું નામ, તેના ગુણ અનુસાર વર્ધમાન' એવું રાખીશું.
છે (૧૨૭) વર્ધમાન' એ ભગવાનનું મૂળ નામ છે, અને જ્યારે દેવે ઉપસર્ગ કર્યા અને તે બધા છે