________________
ચોથી
- ત્રિશલાદેવીને ખ્યાલ આવ્યો કે પોતાને રહેલ ગર્ભ હલન-ચલન કરતો નથી. તેમને શંકા
છેકુશંકા થવા લાગી. તેમણે કલ્પના કરી કે, “શું કોઈ દેવ વગેરેએ મારો ગર્ભ હરી લીધો છે? કે તે છે (૧૩૦). કલ્પસૂત્રની
જ મૃત્યુ પામ્યો છે? અથવા તો તે ગર્ભ ગળી ગયો છે ?' આવા પ્રકારના અનેક વિચારો કરીને તે વાચનાઓ ખિન્ન મનવાળાં બનીને શોકના સાગરમાં ડૂબી ગયાં. હથેલીમાં મોં રાખીને આર્તધ્યાન કરવા
વાચના લાગ્યાં. ત્રિશલા અકથ્ય કરુણ-કલ્પાંત કરવા લાગ્યાં ને ધ્રુસકે રડીને હૈયાફાટ વિલાપ કરવા
(સવારે) લાગ્યાં. તે બોલવા લાગ્યાં, “હે ભગવાન ! એવાં મેં કેવાં ભયંકર પાપ કર્યા હશે કે જેને પરિણામે આવો અનર્થ થયો ? ખરેખર ભાગ્યહીનને ત્યાં ચિંતામણિ રત્ન રહી શકતું નથી. કમભાગી મારવાડ દેશમાં કલ્પવૃક્ષ ઊગતું નથી. પુણ્યરહિત એવા તૃષાતુર માણસને અમૃતજલ મળતું નથી. ધિક્કાર છે મારા નસીબને ! અરે ! હે દેવ ! આ તે શું કર્યું? મારા મનોરથરૂપી વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખ્યું ? સુંદર આંખો આપીને તેં ફોડી નાખી ! આવું મહાન પુત્રરત્ન આપીને તે છીનવી લીધું ! હે પાપી દેવ! તેં મને મેરુ પર્વત ઉપર ચડાવીને ભયંકર ખીણમાં ફેંકી ! સુંદર-સરસ ભોજન ' પીરસીને તેં થાળી ખૂંચવી લીધી ! મેં શો અપરાધ કર્યો છે? હવે હું ક્યાં જઉં? કોને આ વાત કહું? બસ. છે મારે હવે રત્નો આભૂષણો, ફૂલશઠા, મહેલ કોઈની જરૂર નથી. આ સંસાર અસાર છે. અથવા
તો મારું જ કરેલ મારે ભોગવવાનું આવ્યું છે. મેં કોઈક દુષ્કર્મ ભૂતકાળમાં - પૂર્વભવમાં-કરેલ હશે, હું પશુ-પંખીનાં ઈંડાં ફોડ્યાં હશે, નાના બાળને તેમનાં માતાપિતાથી વિખૂટું પાડ્યું હશે, મેં બાળહત્યા છે
(૧૩)