________________
(૧૧૧)
છે વસ્ત્રપરિધાન છે. - ત્યાર પછી શ્રેષ્ઠ, નવાં, અતિ મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા, કેસરમિશ્રિત સુગંધિત ચૂર્ણનો ઉપયોગ છે કર્યો. અલંકાર-સજાવટ
ત્યાર પછી અતિ મૂલ્યવાન આભૂષણો સિદ્ધાર્થે ધારણ કર્યા. મણિજડિત, રત્નજડિત સોનાનાં આભૂષણો, અનેક સેરના હાર, સોનાનાં કડાં, બાજુબંધ, વીંટી વગેરેથી સિદ્ધાર્થ મહારાજા ભવ્ય દેખાવા લાગ્યા. તેમનું મુખ દર્શનીય બન્યું. તેમણે મૂલ્યવાન ઉત્તરાસન ધારણ કર્યું. વિવિધ જ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ, બહુ મૂલ્યવાન સુંદર વીરવલય તેમણે પહેર્યા.
મસ્તક ઉપર છત્ર ધારણ કરીને ચામરોથી વીંઝાતા મહારાજા સિદ્ધાર્થ મહેલ બહાર આવ્યા. તે વખતે જાણે વાદળમાંથી સૂર્ય બહાર આવતો હોય તેવા મહાપ્રતાપી દિવ્ય, દેદીપ્યમાન સિદ્ધાર્થ જણાતા હતા. મહેલની બહાર આમજનતા, અધિકારીઓ, કૌટુંબિક પુરુષો, સ્વજનો વગેરે ઊભેલા હતા. સિદ્ધાર્થ રાજાને જોતાં જ બધા બોલવા લાગ્યા, “જય થાઓ, જય થાઓ, મહારાજા સિદ્ધાર્થનો.”