________________
(૧૧૮) કલ્પસૂત્રની વાચનાઓ
ઉત્તમ ધાર્મિક જીવન જીવી શકાય. આથી મોટો સદાચારી વર્ગ તૈયાર થતો રહે. મહોલ્લાઓની આવી વ્યવસ્થા પાછળ આવું વૈજ્ઞાનિક રહસ્ય પડેલું છે. વગર ભણે દીકરાને બાપનો જે ધંધો મળી જાય તે ખરો ધંધો, ભણ્યા વગર દીકરાને બાપનો જે ધંધો ન મળે તે ખોટો ધંધો, બાપ વકીલ હોય કે ડૉક્ટર હોય તો તેના દીકરાને વકીલ કે ડૉક્ટર થવા માટે ભણવું પડે. ભણવાના માધ્યમ વગર બાપનો ધંધો ન કરી શકે. માટે આ આર્યધંધો નથી. વેપાર, ખેતી એ આર્યધંધો છે. તેમાં ભણવાનું કંઈ નહીં. સર્ટિફિકેટ કે ડિગ્રીની કોઈ જરૂર નહીં. બાપનો અનુભવ દીકરાને મળે. બાપની કુનેહ, ધંધાની રીતરસમ દીકરાને વારસાગત સહજ પ્રાપ્ત થાય તેથી તેને આર્યધંધો કહી શકાય.
સ્વપ્નપાઠકો પોતપોતાના ઘરેથી નીકળ્યા. રાજાનું આમંત્રણ મળવાથી તેઓ ઘણા ખુશ હતા. સ્વપ્નલક્ષપાઠકોએ પોતપોતાના મોભા પ્રમાણે વસ્ત્રો અને અલંકાર પહેર્યાં હતાં.
એ સમયમાં એવી માન્યતા હતી કે કપડાં મોભાસર હોવાં જોઈએ. તેથી દાનાદિ ચારેય ધર્મોનો લાભ થાય છે. દા.ત., (૧) દાનવૃત્તિ જાગ્રત થાય છે. (૨) શીલનું રક્ષણ થાય છે. (૩) ઇચ્છાનિરોધ નામનો તપ થાય છે. (૪) શુભ ભાવનાના ઉછાળા આવે છે. સારાં કપડાં પહેર્યાં હોય તો તે જોઈને યાચકો પોતાનો હાથ લંબાવે તેથી દાન આપવા ઇચ્છા સહેજે જાગે, વ્યવસ્થિત સીવેલાં કપડાં હોય તો શીલનું સહજ રીતે રક્ષણ થાય પણ ચુસ્ત-તંગ કપડાં પહેર્યાં હોય તો કેટલાય જોનારાના મનમાં પણ વિકાર જાગે. શીલનો નાશ કરવામાં ઉદ્દ્ભટ કપડાંનો ઘણો મોટો હિસ્સો છે. મોભા
ત્રીજી
વાચના
(સવારે)
(૧૧૮)