________________
તેણે પોતાના મુખ્ય ભક્તોને બોલાવ્યા. તેમને કહ્યું, ‘હું કહું તેમ કરશો ?” (૫૯) છેભક્તો – “આજ્ઞા કરો, જે કાંઈ પણ કહેશો તે કરવા અમે તૈયાર છીએ. ફરમાવો એટલી જ છે
છે વાર.''
ગોશાલો – ‘તો કરો પ્રતિજ્ઞા. હું જેમ કહું તે કોઈ પણ હિસાબે કરીશું.'
ભક્તોએ ગોશાલાને કબૂલાત આપી કે, “આપ જેવી ઇચ્છા દર્શાવશો, તે કરવા અમે સૌ તૈયાર એ છીએ.” જ ગોશાલો – ““તો સાંભળો, બરાબર સાંભળો. સાંભળ્યા પછી તે પ્રમાણે જ કરવાનું છે. હું મરી જ જાઉં પછી મારા મડદાને જેમ મરેલા કૂતરાને એક પગે દોરી બાંધી, ઘસડી, ખેંચીને કોઈ ભંગી લઈ 8 જાય તેમ આ શ્રાવસ્તીનગરમાં ઘસડી, ખેંચીને રસ્તે રસ્તે ફેરવજો. ઘસડતાં ઘસડતાં મારા મડદાને
લઈ જાઓ ત્યારે મારા મડદા ઉપર બધા થંકજો અને કહેજો કે, ““આ ગોશાલો મહાપાપી છે. તેણે @ સાચા ભગવાન મહાવીર દેવની ઘોર આશાતનાઓ કરી છે.'' છે આવા ઘોર પશ્ચાત્તાપથી ગોશાળાએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. તે શુભલેશ્યામાં મરીને બારમા છે દેવલોકમાં ગયો.
શ્રેણિક હતા ભગવાનના ભક્ત અને તે નરકમાં ! અને ભગવાનનો હડહડતો શત્રુ ગોશાલો ! અને તે બારમા દેવલોકમાં ! કેવી છે કર્મની રમતો ! બેશક, બારમા દેવલોકમાં ગયેલા ગોશાલાને
(૫૯)