________________
ત્રીજી
છે ધર્મસંસ્થાઓના મુખ્ય પદો પર આવા વંશવારસાગત પવિત્ર માણસો હોવા જોઈએ. ચૂંટણથી (૧૦૬) છે ચૂંટાએલા નહિ. કલ્પસૂત્રની છે ત્રિશલાએ ભદ્રાસન ઉપર બેસીને પોતાના પતિની સમક્ષ સ્વપ્નવર્ણન કર્યું અને પૂછ્યું કે, “હે વાચના વાચનાઓ સ્વામીનાથ ! આ સ્વપ્નનું ફળ મને શું મળશે? સિદ્ધાર્થરાજા જ્યોતિષશાસ્ત્રના જાણકાર ન હતા તે (સવારે)
આ તેથી સામાન્ય રીતે તેમણે કહ્યું કે, “તારો પુત્ર મહાન દેવકુમાર જેવો થશે. વળી, વિરાટ રાજ્ય આ અઢળક સંપત્તિ અને ઐશ્વર્યનો સ્વામી થાય તેવો ઉચ્ચ કક્ષાનો પુત્ર થશે. વગેરે.” આ પતિની વાત ત્રિશલાએ આદરપૂર્વક માન્ય રાખી. ત્યાર બાદ આદરપૂર્વક સિદ્ધાર્થે ત્રિશલાદેવીને વિદાય આપી.
આપણે ત્યાં આદરની કેવી અરસ-પરસની મર્યાદાઓ હતી! આજે તો સ્ત્રી એ પુરુષનું રમકડું છે ૨ મનાય છે. સ્ત્રી માટે પુરુષને આદર નથી, અને સ્ત્રીને પુરુષ માટે પણ આદર નથી. આજનો પુરુષ છે. જે સ્ત્રીને વાસના પોષણના સાધનથી વધુ કંઈ પણ માનતો હોય તેવું લાગતું નથી. આજનો પુરુષ જે સ્ત્રીને વાસનાની રમત માટેનું રમકડું ગણે છે, તેથી જ નારીતત્ત્વ સાવ નીચી કક્ષાએ ઊતરી ગયું છે. છે તે બિચારી કંગાળ ગરીબડી બની છે. નારીતત્ત્વની પવિત્ર ભાવનાનો ખ્યાલ ઊડી ગયો છે. આવા છે યુગમાં નિર્માલ્ય સંતતિની પ્રાપ્તિ સિવાય બીજું જોવા ય શું મળે? ચાલો, મૂળ વાતે આવીએ.
(૧૦૬) રાજહંસીની ગતિએ ત્રિશલા પોતાના શયનખંડમાં પાછાં ફર્યા.