________________
(૭૫)
અનુપમ દષ્ટાંત છે. આજે તો વિહાર કરીને સાધુઓ કોઈ શહેર અથવા ગામમાં પધારે. જિનાલય કે ઉપાશ્રયના અજાણ એવા સાધુ કપાળમાં પીળો ચાંલ્લો દેખી રસ્તામાં મળતા અથવા દુકાને બેઠેલા શ્રાવકને પૂછે કે, “ભાઈ ! ઉપાશ્રય - દેરાસર કઈ બાજુ આવ્યાં?' જવાબમાં પેલા ભાઈ કહી દે કે “સીધા ચાલ્યા જાઓ, થોડું આગળ ચાલીને ડાબી બાજુ જે રસ્તો આવે તે રસ્તે વળી જજો.” આજની આ લગભગ આ મનોદશા; જ્યારે નયસારના જીવનની કેવી પ્રશંસનીય ઉદારવૃત્તિ !
નયસારની વિનંતીથી સાધુ મુનિરાજોએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી. બાજુમાં બેસીને સાધુધર્મની મર્યાદાને બાધ ન પહોંચે તે પ્રમાણે ગોચરી વાપરી. નયસાર તેમ જ સેવકોએ પણ અટવી જેવા પ્રદેશમાં તપસ્વી મુનિવરોની ભક્તિનો લાભ મળવા બદલ વારંવાર પરસ્પર અનુમોદના કરતાં કરતાં જમી લીધું. ભોજન થઈ ગયા પછી નયસાર પોતાના કોઈ સેવકને મુનિરાજો સાથે માર્ગ બતાવવા ન મોકલતાં “મને આવો ઉત્તમ લાભ ક્યાંથી મળે ?' આ જ ભાવનાના યોગે પોતે જ મુનિવરો સાથે ચાલતા. રસ્તે ચાલતાં મુનિવરોએ નયસારના આત્માની યોગ્યતા પારખી લીધી અને ધર્મોપદેશ આપ્યો,
ભાવિકાળના ભગવાન મહાવીર પણ વર્તમાનકાળના નયસાર એ ઉત્તમ આત્માઓ સાથે માર્ગે ચાલ્યા જાય છે. નયસાર મુનિરાજને દ્રવ્યમાર્ગ બતાવે છે, જ્યારે મુનિરાજ નયસારને ભાવમાર્ગ છે. - મોક્ષમાર્ગ સમજાવે છે. મુનિરાજના મુખમાંથી ધર્મોપદેશની અમૃતધારા અસ્મલિત ચાલી રહેલ છે
(૭૫)