________________
(૯૨).
છે છવ્વીસમો ભવ
પ્રાણત નામના દસમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં વીસ સાગરોપમાયુવાળા દેવ થયા. બીજી કલ્પસૂત્રની આ
વાચના વાચનાઓ આ સત્યાવીસમો ભવ
(બપોરે) ત્રિલોકગુરુ ભગવાન મહાવીરદેવ થયા. આ પણ ભગવાનનો આત્મા દેવાનંદની કુક્ષિમાં આવ્યો. એટલે ઇન્દ્ર વિચાર્યું કે આવું બન્યું શા આ માટે ? એનું સમાધાન એણે શોધી કાઢ્યું કે મરીચિના ત્રીજા ભવમાં જે કુલમદ કર્યો તેથી તેમને આ જ આવો ગોત્ર-કર્મનો બંધ થયો. તેનું આ પરિણામ આવ્યું. છે. અહીં નીચ ગોત્રનો અર્થ એકાંતે અધમ ગોત્ર લેવાનો નથી. નીચ એટલે અમુક અપેક્ષાએ નીચો.
કોઈની અપેક્ષાએ કોઈ નીચો હોય તો કોઈની અપેક્ષાએ કોઈ ઊંચો પણ હોય. ક્ષત્રિયોની અપેક્ષાએ આ બ્રાહ્મણો નીચા છે છતાં શૂદ્રો વગેરેની અપેક્ષાએ તેઓ ઊંચા જ છે. બ્રાહ્મણકુળ એ યાચકકુળો જ કહેવાય છે. એટલે અયાચક એવા ક્ષત્રિયકુળની અપેક્ષાએ તે નબળા ગણાય. હા, વિદ્યાધ્યયનાદિની છે
અપેક્ષાએ બ્રાહ્મણો કરતાં ક્ષત્રિયો પણ નીચા ગણી શકાય. પુરુષની અપેક્ષાએ સ્ત્રી નીચી છે પણ ( પુત્રની દષ્ટિએ તે જ સ્ત્રી-માતા તરીકે ખૂબ ઊંચી છે. આમ, પ્રસ્તુત વિધાન પણ સાપેક્ષ રીતે
(૯૨) છે ઘટાવવું જોઈએ.