________________
(૭૯)
સમ્યક્ત્વના ધારક હશે; ભરત ચક્રવર્તી ?
ત્યાર પછી ભગવંતે જે કહ્યું હતું તે બધું ભરતે મરીચિને કહ્યું કે, ‘‘આ ભરતક્ષેત્રમાં તમે ત્રિપૃષ્ટ નામના પ્રથમ વાસુદેવ બનશો. તમે મહાવિદેહમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી બનશો, અને છેલ્લે આ ચોવીશીના છેલ્લા તીર્થંકર-મહાવીર-બનશો. ચક્રવર્તીની, વાસુદેવની અને તીર્થંકરની ત્રણ પદવી તમે મેળવવાના છો.’’
આટલું કહીને ભરત મહારાજા ચાલ્યા ગયા. આ બધું સાંભળતાં જ મરીચિનું અભિમાન ઊછળી પડ્યું. તેણે તે અભિમાન આ રીતે પ્રદર્શિત કર્યું. ‘“અહો ! હું કેવો મહાન ! હું વાસુદેવ બનવાનો ! હું ચક્રવર્તી બનવાનો ! હું તીર્થંકર બનવાનો !
મરીચિના મદમાં સારો ભાવ નથી, માટે તેણે આ કુલમદ કરીને નીચ ગોત્રકર્મનો તીક્ષ્ણ બંધ કર્યો. વળી મરીચિએ વિચાર્યું કે બીજી પણ ત્રણ અદ્ભુત ઘટનાઓ મારી સાથે સંકળાયેલી છે. મારા દાદા તે પ્રથમ તીર્થંકર ! મારા પિતા ભરત તે પ્રથમ ચક્રવર્તી ! ભારે અભિમાન સાથે મરીચિ ખૂબ નાચ્યા. અહીં સવાલ થશે કે - પોતે તીર્થંકર થવાના હોય તો શું તેનું ગૌરવ ન થાય ? તેનું સમાધાન એ છે કે, અહીં દુર્ગતિમાં લઈ જતી વાસુદેવની પદવીની પ્રાપ્તિનું જે ગૌરવ છે તે સૂચવે છે કે, તીર્થંક૨-પદવીની પ્રાપ્તિમાં આત્મસંપત્તિની પ્રાપ્તિનો આનંદ નથી પણ તેની ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિનો આનંદ છે.
(૭૯)