________________
(૮૫)
સત્તરમો ભવ
સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. છે અઢારમો ભવ છેઆ ભવમાં ભગવાન મહાવીરનો આત્મા ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ બન્યો. તેમનું આયુષ્ય ૮૪ એ લાખ વર્ષનું હતું. યુવાનવયમાં તેણે એક સિંહને ચીરી નાંખ્યો હતો. આ સિંહ પૂર્વનો વિશાખાનંદીનો
જીવ હતો. તેને મારવાનું નિયાણું કરીને મેળવેલા બળથી તેને માર્યો; આ સિંહનો જીવ ભાવિમાં
ખેડૂત બનશે; ગૌતમસ્વામીજીથી પ્રતિબોધ પામીને પરમાત્મા મહાવીરદેવ પાસે આવશે, પણ પ્રભુને આ જોતાં જ ભાગી જશે. છે પછી તે વાસુદેવ રાજા થયા. તેમને સંગીતનો અતિ શોખ હતો. પોતે જ્યારે ઊંઘી જાય ત્યારે સંગીત બંધ જ કરવાનું કાર્ય એક શધ્યાપાલકને તેમણે સોંપ્યું હતું. એક વખત સંગીત સાંભળતાં રાજા ઊંઘી ગયા, પણ છે શવ્યાપાલકને ખ્યાલ ન રહ્યો. સંગીતના સૂરોથી રાજા ઝબકીને જાગી ગયા અને અધ્યાપાલક ઉપર ક્રોધ છે ભરાયા. કષાયના આવેશમાં તેને બોલાવ્યો અને કહ્યું, “તને શું કામ સોંપ્યું હતું?' ૬ શય્યાપાલક–મહારાજ ! માફ કરો, હું ભૂલી ગયો. પરંતુ રાજાએ તેના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું છે. એ વખતે વાસુદેવે ભયંકર અશાતાવેદનીયકર્મ બાંધ્યું. જે છેલ્લા ભવે ઉદયમાં આવતાં તેમના કાનમાં ખીલા છે ઠોકાયા. હા. એ શવ્યાપાલક છોકરાના જીવે ગોવાળ બનીને પ્રભુને આ ત્રાસ આપ્યો.