________________
(૬૦) કલ્પસૂત્રની વાચનાઓ
મળી, અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અર્ધપુદ્ગલ-પરાવર્ત્તથી વધુ સંસાર તો કપાઈ જ ગયો. આ બાજુ તેજોલેશ્યાની ગરમીના પ્રચંડ તાપથી ભગવાનને પિત્તનો પ્રકોપ થયો. તેથી સતત લોહીના ઝાડા થવા લાગ્યા. એથી દિવસે દિવસે શરીર કૃશ થવા લાગ્યું. ત્યારે ય ભગવાન તો સમાધિસ્થ હતા.
એક વાર સિંહ નામના અણગારે આ વાત જાણી. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. જંગલમાં રહીને રડતા સિંહ અણગારને પ્રભુ બોલાવે છે. ભગવાનનું અતિ કૃશ થઈ ગયેલું શરીર તે દેખી શકતા નથી. તેમનાં રુવાંટાં ખડાં થઈ ગયાં.
ભગવાન કહે, ‘‘સિંહ અણગાર ! આ શરીરની એવી શી મોહ, માયા કે મમતા ! રડો નહિ ! મને કશું થવાનું નથી. તમે નચિંત થઈ જાઓ.''
સિંહ અણગાર–‘પણ ભગવંત ! પેલા ગોશાલાએ તો આપનું આયુષ્ય છ માસનું કહ્યું હતું. બસ, આપ જશો ? તો અમે ક્યાં જઈશું ? આપ ઔષધ લો. અમારી ખાતર પણ કાંઈક લો.’'
ભગવાન – ‘‘સિંહ અણગાર ! હું છ માસમાં જવાનો નથી. હજુ મારા આયુષ્યનાં સોળ વર્ષ બાકી છે. માટે ચિંતા ન કરો.’’
પણ જ્યારે ઔષધ લેવાનો સિંહ અણગારે ભારે આગ્રહ જારી રાખ્યો ત્યારે ભગવંતે કહ્યું,
બીજી
વાચના
(બપોરે)
(૬૦)