________________
છે હરિવંશની ઉત્પત્તિ - (સાતમું આશ્ચર્ય). (૬૫) હું વીરક નામે શાલાપતિ હતો. તેને વનમાળા નામે રૂપવતી પત્ની હતી. તે વનમાળાને એ નગરનો છે
છે રાજા ઉપાડી ગયો. વનમાળા ઉપરના અગાધ પ્રેમને લીધે વીરક ગાંડો બની ગયો. વનમાળાએ પણ છે તે રાજાને સ્વીકારી લીધો અને પોતાના પતિને છોડી દીધો. આથી તેનો પતિ ગાંડો બનીને એ છે ગામમાં ભટક્યા કરતો. છે. એક વખત રાજા અને વનમાળા ઝરૂખામાં ચોપાટ રમતાં હતાં. વીરકે વનમાળાને જોઈ અને તે છે છે ગમે તેમ બોલવા લાગ્યો. કોલાહલ સાંભળીને રાજાએ તથા વનમાળાએ નીચે જોયું. તે ગાંડાને છે છે જોઈ રાજાએ કહ્યું, “જોયો આ ગાંડો !' છે વનમાળા તરત જ ઓળખી ગઈ. તેણે કહ્યું, “આ તો મારો પૂર્વનો પતિ છે. આપણા જ કારણે છે છે આ ગાંડો બન્યો લાગે છે.'
તેની કરુણ કફોડી સ્થિતિ જાણીને રાજા તથા વનમાળાને ખૂબ પશ્ચાત્તાપ થયો. હવે જ્યારે તે બેય છે. પશ્ચાત્તાપ કરતાં હતાં ત્યારે તેમની ઉપર વીજળી પડી. તત્કાળ તે બેય મૃત્યુ પામી ગયા. આ જોઈ વીરક આનંદમાં આવી જઈને બોલવા લાગ્યો; “હાશ ! સારું થયું. પાપીઓને પાપનું ફળ મળ્યું છે બસ, મારે તો તે બે મર્યા એટલે નિરાંત વળી.” હવે વીરક સ્વસ્થ થઈ ગયો.
(૬૫)