________________
છે ચમરેન્દ્રનો ઉત્પાત (આઠમું આશ્ચર્ય) હું ચમરેન્દ્ર એટલે અસુરકુમાર. તેનો ઉત્પાત આ રીતે થયો. પુરણ નામના ઋષિ હતા. તેઓ તપ છે
તપીને ચમરેન્દ્ર થયા. બરોબર તેમના માથા ઉપર સૌધર્મેન્દ્રનું પાદપીઠ આવતું હતું. આટલી જ વાતે છે ચમરેન્દ્રનો અહં ખૂબ ઘવાયો. આવેશમાં ને આવેશમાં પરિઘ લઈને સૌધર્મેન્દ્રને મારવા ઊપડ્યા. છે વચમાં વીરપ્રભુનું શરણું લઈને સૌધર્મેન્દ્રની સભામાં આવી પહોંચ્યો. ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રને ગાળો છે
દેવા લાગ્યો. તેને મારવા દોડ્યો. એ વખતે સૌધર્મેન્દ્ર પોતાનું વજ તેની તરફ છોડ્યું. વજથી એ ગભરાયેલ ચમરેન્દ્ર ભાગવા લાગ્યો. અમરેન્દ્ર રાડો ચીસો પાડતો આગળ દોડતો જાય છે અને તેની પાછળ વજ આવતું જાય છે. તે ભરતક્ષેત્રમાં પહોંચી ગયો. ત્યાં દોડતાં દોડતાં ભગવાન મહાવીરદેવને
ધ્યાનસ્થ મુદ્રામાં ઊભેલા જોયા. તેથી ચમરેન્દ્રને થયું કે, હવે તો વીર ભગવાનનું શરણું લઉં, તો જ આ જ વજથી બચી શકું. એટલે તે ભગવાનના બે પગમાં ભરાઈ ગયો.
સૌધર્મેન્દ્ર આ બધું જોઈ રહ્યા હતા. સડસડાટ આગળ ધસતા વજને ઇન્દ્ર જાતે આવીને અટકાવી આ દીધું. ચમરેન્દ્રને કહ્યું કે, “તું ભગવાનના શરણે ગયો છે, માટે હવે તને જવા દઉં છું.” આમ, ૪ ચમરેન્દ્રના ઉત્પાતને સૌધર્મેન્દ્ર શાંત કર્યો. ચમરેન્દ્ર બાળ તપના પુણ્યથી મેળવેલી શક્તિનો ગર્વ
કર્યો. પરંતુ વીર ભગવાનને શરણે જવાથી સૌધર્મેન્દ્ર તેની માફી આપી. આ ચમરેન્દ્ર સૌધર્મદેવલોકમાં જ પહોંચી ગયો તે સર્વ આશ્ચર્ય સમજવું.
(૬)