SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) કલ્પસૂત્રની વાચનાઓ માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે આ બાળકે તપ કર્યો છે માટે આ ધાવતો નથી. એટલે તેઓએ અનેક ઉપચાર કરવા માંડ્યાં. આ તો ન ધાવે, ન દવા પીએ. પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે બાળક મૂર્છા પામી ગયો. મૂર્છા પામેલા બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને દાટી દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના યોગે શેઠને બહુ આઘાત થયો. શેઠનો આ એક જ પુત્ર હતો. કેટલીય માનતાઓ માનીને મેળવેલો ! પહેલાં નિઃસંતાન હતા. તેમાં આ પુત્ર જન્મ્યો એથી ભારે આનંદ થયો અને એ મરી ગયો એમ લાગ્યું એથી આનંદથી પણ ભારે આઘાત થયો. એ આઘાત ન જીરવી નહિ શકવાથી એ બાળકનો બાપ ખરેખર મૃત્યુ પામ્યો. મોહ શું કરે છે ? જે એને આધીન બને, તેને એ આવા આનંદના ને શોકનાં નાચ નચાવ્યા કરે છે. આનંદ થોડો અને દુઃખ ઘણું ! દીકરો હતો નહિ ત્યારે જે દુઃખ નહોતું, એ દીકરો થયો ને એને મર્યો માન્યો-એમાંથી તે ઉત્પન્ન થયું. એ કાળમાં, રાજ્યનો એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. કોઈપણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિકનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના નોકરોને શેઠના ઘેર મોકલ્યા. અહીં બન્યું એવું કે બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. પોતાનું આસન પહેલી વાચના (સવારે) (૪૦)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy