________________
(૪૧)
કંપવાથી ધરણેન્દ્ર ઉપયોગ મૂક્યો. તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને હું અમૃત છાંટીને આશ્વાસન આપ્યું અને તે પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો છે હું ધન લેવાને માટે આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતાં અટકાવ્યા.
રાજસેવકોને ધન ગ્રહણ કરતાં એ બ્રાહ્મણે અટકાવ્યા. એટલે રાજા જાતે ત્યાં આવ્યા. રાજાએ એ આવીને એ બ્રાહ્મણને પૂછયું કે, “આ અમારો પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું, તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે?'
બ્રાહ્મણે કહ્યું કે, “રાજનું ! તમારે ધન તો અપુત્રિયાનું ગ્રહણ કરવાનું છે ને ? આનો પુત્ર તો આ જીવે છે.” જ રાજાએ પૂછયું કે, “ક્યાં જીવે છે? ક્યાં છે એ બાળક ?'
એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને તેને જીવતો બતાવ્યો. આથી રાજા છે અને બીજા બધા લોકો આશ્ચર્ય પામ્યા. આશ્ચર્યને પામેલા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે, ‘તમે કોણ છે હું છો? અને આ બાળક કોણ છે?' હું બ્રાહ્મણે કહ્યું કે, “હું નાગરાજ ધરણેન્દ્ર છું. બાળ મહાત્માએ અઠ્ઠમનો તપ કર્યો તેથી તેમની છું છે સહાયે હું આવ્યો છું.” હું રાજાના પૂછવાથી ધરણેન્દ્ર આ બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ રાજાને કહી સંભળાવ્યો