________________
(૪૯)
સ્થાપકો, સ્વયં બોધ પામેલાઓ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ એવા કમળ સમાન, પુરુષોમાં ઉત્તમ જાતિના ગંધહસ્તિ સમાન, ભવ્ય લોકમાં ઉત્તમ, ભવ્ય લોકના નાથ, લોકનું હિત કરનારા, સંજ્ઞી લોકમાં પ્રકાશ કરનારા, લોકપ્રદ્યોતકર, જીવોને અભય આપનારા, તત્ત્વચક્ષુ દેનારા, મોક્ષમાર્ગ દેખાડનારા, સંસારથી ભય પામેલાને શરણ દેનારા, સમ્યકત્વ આપનારા, બે ય પ્રકારના ચારિત્ર ધર્મના દાતા, ધર્મોપદેશક, ધર્મનેતા, ધર્મથના સારથિ એવા પરમાત્માઓને મારા ભાવભર્યા નમસ્કાર થાઓ.
અહીં ઇન્દ્ર ભગવંતને ધર્મરથના સારથિ કહ્યા, તે ઉપર મેઘકુમારનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. મેઘકુમારનું દૃષ્ટાંત
મેઘકુમાર એ મહારાજા શ્રેણિકના પુત્ર હતા. તેમની માતાનું નામ ધારિણી હતું. ભગવાનની દેશના સાંભળીને દીક્ષા લીધી. પણ પહેલી જ રાતે તેમને દુર્ધ્યાન થયું.
બન્યું એવું કે સુવાની જગામાં તેમનો નંબર ક્રમ પ્રમાણે છેલ્લો લાગ્યો. તેથી રાત્રે લઘુશંકા વગેરે કરવા માટે જે સાધુઓ આવે અને જાય તેમનાં ચરણોની રજકણ તેમના સંથારામાં પડે. આથી તેમને ઊંઘ આવી નહીં.
તેમને વિચાર આવ્યો, ‘‘ક્યાં એશારામ ભરેલું મારું જીવન અને ક્યાં આ કઠોર જમીન ઉપર
(૪૯)