________________
(૫૬) કલ્પસૂત્રની વાચનાઓ
ભગવંતે કહ્યું, ‘‘હે ગૌતમ ! એ સાચો જિન નથી, પણ શરવણ ગામનો વાસી, મંલિ નામે બ્રાહ્મણનો અને સુભદ્રાનો પુત્ર છે. પૂર્વે તે મારો શિષ્ય થઈને રહ્યો હતો. તે ગો-બહુલ બ્રાહ્મણની ગોશાલામાં ઉત્પન્ન થયો હોવાથી ગોશાલો કહેવાય છે. ભવિતવ્યતાના યોગે મારી પાસેથી જ તેજોલેશ્યા અંગેની વિદ્યા શીખ્યો છે. બીજેથી અષ્ટાંગ નિમિત્ત વગેરે જાણી લઈને હવે તે પોતાને જિન તરીકે ઓળખાવે છે.’’
આ વાત સાધુઓમાં પ્રસરી. પછી ધીમે ધીમે આખી શ્રાવસ્તીનગરીમાં પ્રસરી ગઈ. તે જાણીને ગોશાલાનો ઉશ્કેરાટ વધી ગયો. તેને થયું, ‘મહાવી૨ શું ધંધો લઈ બેઠો છે ? મને જ બદનામ કરવાનો ?’ આમ તેનો ગુસ્સો ખૂબ વધી ગયો.
તેવામાં પ્રભુના મુખ્ય સાધુ આનંદમુનિને ગોચરી જતા ગોશાલાએ જોયા. તે રાડ પાડીને બોલ્યો, ‘‘ઓ આનંદ ! ઊભો રહે. તારા ગુરુને જઈને કહેજે કે બહુ ગરબડ ન કરે, આડીઅવળી કોઈ વાત ન કરે કે મારો શિષ્ય થઈને રહ્યો હતો. નહિ તો તમને બધાને બાળીને ખાખ કરી નાખીશ.’’
આ સાંભળીને આનંદમુનિ ગભરાયા. તેમણે ભગવંતને વાત કરી. અને ભગવંતે આનંદમુનિને કહ્યું કે, ‘‘તું ગૌતમ ગણધર આદિને કહે કે, ‘બધા સાધુઓ આઘાપાછા થઈ જાય. ગોશાલક આવી રહ્યો છે. કોઈ તેની સાથે વાત કરશો નહીં.’
બીજી
વાચના
(બપોરે)
(૫૬)