________________
છે. જ્ઞાનીઓ કહે છે કે બે રીતે પુણ્યાનુબંધી પુણ્યકર્મ બંધાય. (૧) મોક્ષના લક્ષપૂર્વક ધર્મ કરવાથી છે (૫૩) છે (૨) જીવો પ્રત્યેની કરુણાથી.
| મેઘકુમારના જીવે હાથીના ભવમાં જીવદયા કરીને એવું કર્મ બાંધ્યું કે તેને ત્રણ સુંદર વસ્તુઓ છેપ્રાપ્ત થઈ. (૧) મગધપતિ મહારાજા શ્રેણિક - ભાવી તીર્થંકરનો તે દીકરો થયો. (૨) વર્તમાન ( તીર્થંકર પરમાત્મા મહાવીરદેવનો તે શિષ્ય બન્યો. (૩) વિષમ બનેલી ચિત્તસ્થિતિમાં પ્રભુ તેના
જીવનરથના સારથિ (અર્જુનના સારથિ કૃષ્ણની જેમ) બન્યા. છે પરમાત્મા મહાવીરદેવ મેઘમુનિના જીવનરથના આ રીતે ‘સારથિ' બન્યા. હવે એ “નમુસ્કુર્ણ'શક્રસ્તવનાં જે આગળના પદો દ્વારા દેવેન્દ્ર સ્તુતિ કરે છે તે પદોથી આજે બપોરના સ્વાધ્યાયનો આરંભ કરીશું.