________________
(૫૧)
તું ઉત્પન્ન થયો હતો ત્યાં પણ દાવાનળ પ્રગટ્યો એ જોઈને તને જાતિસ્મરણ થયું. તેમાં તે પોતાની આ જાતને કાદવમાં ખેંચી ગયેલી અને બીજા દુશ્મન હાથી વડે ઘાયલ થયેલી જોઈ. થોડા દિવસ પછી
આ દાવાનળ શમી ગયો. તે પછી તે એક યોજન [આઠ માઈલ)નું ઘાસના એક પણ તણખલા આ વિનાનું માંડલું બનાવ્યું, ભવિષ્યમાં દાવાનળ જાગે ત્યારે તારી સલામતી માટે તે જગ્યા તૈયાર કરી. આ
ફરીથી દાવાનળ પ્રગટ્યો. તું એ માંડલાની વચ્ચે આવીને ઊભો રહ્યો. ચારે બાજુથી અનેક પશુપંખીઓ ય પોતાના જાન બચાવવા માટે અહીં આવ્યાં. તેઓ પોતાના સ્વાભાવિક વૈરભાવ
ભૂલી ગયાં. બધાં ત્યાં શરણ લેવા આવ્યાં. આ જોઈને તેને ખૂબ આનંદ થયો. ખીચોખીચ પશુઓથી જ જગા ભરાઈ ગઈ. થોડાક સમય પછી તને પેટે ખણજ આવી. આથી તે ખંજવાળવા માટે એક પગ છે જ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો કર્યો કે એક સસલું તે જગ્યા ખાલી જોઈને ત્યાં આવી બેસી ગયું. જ્યાં જ
તું પગ નીચે મૂકવા ગયો ત્યાં નીચે સસલું બેસી ગયેલું તે જોયું. બસ, તે દયાથી પ્રેરાઈને પગ તેમ છે ને તેમ ઊંચો રાખ્યો. અઢી દિવસ વીતી ગયા. દાવાનળ શાંત પડી ગયો. બધાં પશુ-પક્ષીઓ | સ્વસ્થાને ચાલ્યાં ગયાં. તે વખતે તે પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો, પણ અઢી દિવસ પગ ઊંચો રાખવાથી લોહી ગંઠાઈ જવાના કારણે તું આખો ને આખો ધરતી ઉપર ઢળી પડ્યો. શેષ જીવન તે ભૂખ અને તરસથી પૂરું કર્યું. તે વખતે તને ભૂખનું દુઃખ ન હતું. એક જ સદ્ભાવના મનમાં રમતી છે હતી કે, “મેં સસલાને બચાવ્યું કેવું સરસ થયું ! આ વિચારના બળે તું મેઘકુમાર થયો.' ભગવંત
(૫૧)