________________
(૫)
પહેલી વાચના (સવારે)
છે આળોટવાનું! કેટલી બધી ધૂળ! મારાથી તો આવી દીક્ષા નહિ પળાય-આવું મારાથી સહન નહિ હું થાય. હું પહેલી રાતે જ હેરાન થઈ ગયો ! રે ! હવે આખી જિંદગી વિતાવવી શી રીતે ?''
- સવાર થતાં તેઓ દેવાધિદેવ પાસે ગયા. પોતાની બધી વાત પ્રભુને કહેવાની ઇચ્છા હતી; પણ વાચનાઓ છે જેવા ભગવાને તેમને જોયા કે તરત પ્રભુ બોલ્યા, “મેઘ ! તે રાત્રે કેવો વિચાર કર્યો ?” છે. મેઘમુનિ આશ્ચર્યમુગ્ધ થયા. અરે ! ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે!
ગંગાના ખળખળ વહી જતાં નીરની ઠંડક કરતાં ય અતિ હેતભરી વાણીમાં ભગવાન બોલ્યા : છે છે મેઘ ! પૂર્વભવમાં તે શું સહન કર્યું હતું, તે તું જાણે છે? તું પૂર્વના બીજા અને ત્રીજા ભવમાં ક્યાં છે હતો? છેલ્લા ત્રીજા ભવમાં તું હાથી હતો. તે ત્રીજા ભવની તારી વાત કરું. ત્યારે તું ૧૨૦ વર્ષના આયુષ્યવાળો હાથી હતો. એક વાર જંગલમાં ભયંકર દાવાનળ થયો. પશુ-પક્ષીઓ ચારેકોર ગભરાટમાં આમતેમ નાચવા લાગ્યા. તું દોડતો દોડતો એક તળાવમાં પડ્યો, અને તળાવમાં તું ખૂંપી ગયો. તારાથી બહાર નીકળાયું નહિ. તે વખતે બીજો હાથી કે જે તારો દુશ્મન હતો, તે ત્યાં છે છે આવી પહોંચ્યો. તને કાદવમાં ખૂંપેલ જોઈને પૂર્વ ભવના વેરના કારણે દંકૂશળ વડે તને ઘાયલ હ કર્યો. તારું શરીર લોહીલુહાણ થઈ ગયું અને તું સાત દિવસ સુધી એ દુઃખમાં રિબાઈને મૃત્યુ પામ્યો. ફરીથી ૧૦૦ વર્ષના આયુષ્યવાળા હાથી તરીકે તું ઉત્પન્ન થયો. જે જંગલમાં હાથી તરીકે
(૫૦)