________________
(૪૭)
છે તેમને ચૌદ સ્વપ્નો આવ્યાં. છે ચૌદ સ્વપ્નોઃ (૧) હાથી (૨) વૃષભ (બળદ) (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર છે (૭) સૂર્ય (૮) ધ્વજ (૯) પૂર્ણ કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) છે રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો અગ્નિ.
જો તારકનો આત્મા સ્વર્ગમાંથી આવે તો બારમા સ્વપ્નમાં દેવવિમાન દેખાય, પણ જો તે આ તે આત્મા નારકીમાંથી આવે તો બારમા સ્વપ્નમાં માતાને ભવન દેખાય.
દેવાનંદાએ ૧૪ સ્વપ્નો જોયાં અને તેઓ જાગી ગયાં. સ્વપ્નોની ધારણા કરી લીધી. ત્યાર આ પછી તે ઊભાં થયાં અને રાજહંસીની માફક મંદમંદ ગતિએ સૌમ્ય અને શાંત અવસ્થામાં જે જ ઓરડામાં પોતાના પતિ ઋષભદત્ત હતા ત્યાં આવ્યા. ત્યાં ભદ્રાસન ઉપર બેસીને ઋષભદત્તને છે છેપોતાનાં સ્વપ્નોની વાત કહી. ઋષભદત્ત વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ વ્યાકરણ, જ્યોતિષ વગેરેના છે. જાણકાર હતા. તેથી સ્વપ્ન-લક્ષણો કહેનારા પાઠકની જરૂર ન પડી. તેમણે શાંતચિત્તે સ્વપ્નોની છે ધારણા કરી. પછી દેવાનંદાને કહ્યું: ““તમને આવેલાં સ્વપ્નો અતિ સુંદર છે. તેથી મને લાગે છે કે છે છે ખુબ સુંદર, સ્વરૂપવાન, આરોગ્ય, સંપત્તિ તથા ઇષ્ટના સંયોગવાળો પુત્ર તમને પ્રાપ્ત થશે. ભવિષ્યમાં છે થનાર પુત્ર અજોડ શક્તિ વગેરે ધરાવનાર હશે.'