________________
(૨૬)
જાય. તે દિવસો દરમિયાન ભગવાન મહાવીરદેવના જીવનની લોકોત્તર ક્ષમાપના વગેરે વર્ણવાય. આથી આપણો આત્મા પણ પોતાની ફરજ સમજે. અને છેલ્લે દિવસે સર્વ દોષોનું વિસર્જન કરી કલ્પસૂત્રની દેવાને તત્પર બને. બીજા વિભાગના સાધુઓ માટે પર્યુષણ ન હતા, કારણ કે તેમને ત્રણ પ્રતિક્રમણવાચનાઓ કે પક્ખી, ચોમાસી ને સંવત્સરી કરવાનાં ન હતાં. આમ, તેમને સંવત્સરી પર્વ ન હતું. માટે તેને
લગતું પર્યુષણ પર્વ ન હોય.
પહેલા વિભાગના સાધુઓને આજે ચાતુર્માસ ૧૨૦ દિવસનું નક્કી છે. પણ આ પહેલા નાના વિભાગને પૂર્વે તો ૭૦થી ૧૨૦ દિવસની ચાતુર્માસ મર્યાદા હતી. પૂર્વે ૭૦ દિવસનું ચાતુર્માસ તો સહુને નક્કી જ હતું. તેમાં ફેરફાર નહીં, હા, કોઈ ઘોર ઉપસર્ગ થાય, મરકી થાય, આગ લાગે, રાજા કોપે, સાપ વગેરેનો ઉપદ્રવ થાય તો અપવાદરૂપે તેમાં ફેરફાર થાય તે વાત જુદી.
વીરનિર્વાણથી ૯૮૦ (મતાંતરે ૯૯૩) વર્ષે એક પ્રસંગ બન્યો.( આનંદપુર હાલમાં વડનગર) નામનું નગર હતું. ત્યાં ધ્રુવસેન નામે રાજા હતો. રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો. રાજાને તથા આખા ગામને પારાવાર આઘાત લાગ્યો. બધા શોકમગ્ન બની ગયા. તે વખતે સંવત્સરી આવી. તે વખતે તો કલ્પસૂત્ર સાધુ-સાધ્વી સમક્ષ વિધિપૂર્વક વંચાતું હતું. રાજાએ તે સમયે ગુરુ મહારાજને વિનંતી કરી કે, “અત્યારે પુત્ર-મરણને કારણે મને આર્તધ્યાન થઈ રહ્યું છે, તેથી મને શાંતિ મળે અને આખા ગામને સમાધિ થાય તે ખાતર આપ કલ્પસૂત્ર-વાંચન અમારા બધાની સમક્ષ કરો તો બહુ
પહેલી
વાચના
(સવારે)
(૨૬)