________________
આ વિષયમાં Reincarnation એટલે પુનર્જન્મને લગતું એક પુસ્તક લખ્યું છે, તેમાં આવા અનેક દાખલાઓ આપેલા છે અને ભારત વર્ષના અનેક વિમાન પત્રોમાં પણ આજ પર્યત આવા દાખલાઓ પ્રકટ થતા રહ્યા છે. તેથી એમ માનવું જ ઉચિત છે કે તમામ જીવંત વસ્તુઓમાં જીવ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
' જે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે તે કેવડે છે? તે પણું જાણવું જ જોઈએ. કેટલાક કહે છે કે આત્મા તે અણુ પરિમાણવાળા છે એટલે અણુ જેવો માને છે અને હૃદયકમળમાં રહે છે, પણ આપણે રેજના અનુભવ બતાવી આપે છે કે સુખદુઃખનો અનુભવ માત્ર હૃદયમાં જ થતો નથી, પણ શરીરનાં પ્રત્યેક અંગપાંગમાં થાય છે. અહીં કોઈ એમ કહે કે વાળ અથવા નખ કાપતાં દુઃખ થતું નથી, તે તેનું કારણ એ છે કે તે શરીરના અંગે પાંગમાં ઉગવા છતાં આંગળ વધીને ચેતનરહિત થયેલા હેય છે, તેથી તેને કાપતાં દુઃખ થતું નથી. પણ કેઇ વાળ ખેંચે કે જીવતે નખ કપાય તે કેવી વેદના થાય છે!
કેટલાક એમ માને છે કે આત્મા તે મહત પરિમાણવાળે છે, એટલે સકલ વિશ્વ કે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી રહેલો છે, પણ વસ્તુ સ્થિતિ એવી જ હોય તે બધાને સુખ–દુઃખને અનુભવ -સમાન જ થવો જોઈએ, પણ તેમ થતું નથી, અર્થાત દરેક જીવંત પ્રાણ સુખદુઃખને ભિન્ન ભિન્ન અનુભવ કરે છે. તેથી આત્મા મહત પરિમાણવાળો પણ કરી શકતો નથી. આ સંજોગોમાં એમ માનવું જ ઉચિત છે કે આત્મા દેહ પરિણમી છે, એટલે જે ધારણ કર્યો હોય તેમાં પૂરેપૂરે વ્યાપીને રહે છે.
કેટલાક કહે છે કે “યત સત સ ” જે સત